જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહ રાશિ (Zodiac Sign) બદલે એટલે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. આગામી 7 ઓગસ્ટના રોજ ધન અને વૈભવ આપનાર શુક્ર કર્ક રાશિમાં ગોચર કરવા જઈ (venus planet transit in cancer) રહ્યો છે. જેની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિને આ સમય દરમિયાન સારુ ફળ મળી શકે છે, આવો જાણીએ આ રાશિઓ વિશે.
કન્યા: શુક્ર ગ્રહનું ગોચર આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી શુક્ર 11માં સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેનાથી તમારી આવકમાં સારો વધારો થઈ શકે છે. આ સાથે જ આવકના નવા સ્ત્રોતથી તમે પૈસા કમાઇ શકો છો. આ સમયે આવકના નવા સોર્સ પણ બનાવવામાં આવશે. મીડિયા, ફિલ્મ, બેંકિંગ કે ફેશન ડિઝાઈનિંગ સાથે જોડાયેલા જાતકોને આ સમયમાં સારા પૈસા મળી શકે છે. આ સમયે તમને બિઝનેસ અને કરિયરમાં સારી સફળતા મળી શકે છે અને ભાગ્યનો સાથ મળી શકે છે. આનાથી તમને ઘણા ક્ષેત્રોમાં ફાયદો થશે. તમે નીલમણિ અથવા ઓપલ રત્ન પહેરી શકો છો.
તુલા: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહનું ગોચર આ રાશિના જાતકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર દેવ તમારી કુંડળીથી દસમા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જે ધંધા અને નોકરીનું સ્થાન માનવામાં આવે છે. તેથી આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. વળી, જો તમે નોકરી કરી રહ્યા હોવ તો તમારુ પ્રમોશન પણ થઈ શકે છે. આ સમય દરમિયાન બિઝનેસનો વિસ્તાર પણ થઇ શકે છે. આ સાથે જ બિઝનેસમાં નવા સંબંધો પણ બની શકે છે. જે તમને સારો નફો કરાવી શકે છે. આ સમયે તમારી કાર્યશૈલી પણ સુધરશે, જેના કારણે તમારા નોકરી પર પ્રશંસા મળી શકે છે. તમને સીનીયર્સનો સહયોગ મળી શકે છે. ભાગ્યનો સાથ મેળવવા તમે લોકો પન્ના પહેરી શકો છો.
સિંહ: શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થતા જ સિંહ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે. તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ બીજા સ્થાનેમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જે ધન અને વાણીનું સ્થાન માનવામાં આવે છે. તેથી આ સમય દરમિયાન તમે ઘણા માધ્યમથી પૈસા કમાશો. તમને અચાનક લાભ પણ મળી શકે છે. વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ સોદો અંતિમ હોઈ શકે છે. જે તમને સારા પૈસા આપી શકે છે.
આ સમયમાં તમે ભાગીદારીનું કામ પણ શરૂ કરી શકો છો. જેમાં સારો નફો થઈ શકે છે. વકીલો, માર્કેટિંગ કર્મચારીઓ અને શિક્ષકો સહિતના વાણી અને માર્કેટિંગના ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકોનો સમય ખૂબ સારો હોઈ શકે છે. શુક્ર તમારા ત્રીજા અને દસમા ઘરનો સ્વામી છે, તેથી આ સમયે તમે તમારી હિંમત અને પરાક્રમમાં વધારો જોઈ શકો છો. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે.