Vastu Tips: ઘરમાં આ જગ્યાએ ન રાખો તમારી દવાઓ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં વસ્તુઓનો સંબંધ દિશા અને ઊર્જાથી છે. નકારાત્મક ઊર્જા (Negative Energy) આપણને બીમાર કરી દે છે. એટલે જ વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) મુજબ દવાઓ (medicines)ને યોગ્ય જગ્યા પર રાખવી જોઈએ.
ઘરનો ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ ખૂણો. ઉત્તરી ઈશાન કોણ સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. તમે તમારી દવાઓ અથવા ફર્સ્ટ એઇડ બોક્સ આ દિશામાં રાખી શકો છો. (Image- Pixabay)
2/ 7
ઉત્તરી ઈશાન કોણમાં દવાઓ રાખવાથી તેનો ઉપયોગ પ્રભાવી થશે, રોગમાં જલ્દી લાભ મળી શકે છે. (Image- Pixabay)
3/ 7
તમે દવાઓ કે ફર્સ્ટ એઇડ બોક્સને ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં પણ રાખી શકો છો. તેનાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. (Image- Pixabay)
4/ 7
વાયવ્ય કોણ એટલે કે ઉત્તર અને પશ્ચિમના કોણવાળી દિશામાં દવાઓને રાખવાથી તેની અસર મોડી થઈ શકે છે. એ દવાઓમાં ઘણાં સમય બાદ સ્વાસ્થ્ય લાભ મળે છે. (Image- Pixabay)
5/ 7
દક્ષિણ પૂર્વ કે દક્ષિણ દિશામાં દવાઓ રાખવાથી બચવું જોઈએ. ત્યાં દવાઓ ન રાખો તો જ સારું રહેશે. (Image- Pixabay)
6/ 7
ઘરના કિચનમાં દવાઓ ન રાખવી જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે. (Image- Pixabay)
7/ 7
રાહુ-કેતુનો સંબંધ રસાયણોમાં માનવામાં આવે છે. એટલે જ દવાઓને ટેબલ વગેરે જગ્યા પર ન મૂકવી જોઈએ. રાહુ-કેતુનો દુષ્પ્રભાવ સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. (Image- Pixabay)