દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તે જીવનમાં તેનું એક ઘર બનાવે. પણ ઘણી વખત આ ઘર બનાવવાનું સપનું પૂરુ કરવામાં વ્યક્તિ કેટલીક વાતો ભૂલી જાય છે. થોડા ઓછા પૈસા ખરચવાં પડે કે પછી ઓછી કિંમતે મોટુ ઘર મળવાની લાલચમાં તે એવો ઉતાવળીયો નિર્ણય લઇ લે છે કે તેને પછી આજીવન (Vastu Tips) પછતાવાનો વારો આવી શકે છે. શાસ્ત્રોમાં વાસ્તુ અને ઘરને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે ઘર ખરીદીની દિશા, વાસ્તુ જો યોગ્ય હોય તો જ ઘર ખરીદવું. ઘર ખરીદતા સમયે કેટલીક વાતો નજરઅંદાજ કરવી જોઈએ નહીં. હકીકતમાં ઘરની અંદર અથવા આસપાસની સારી અને ખરાબ ઉર્જાથી આપણા ઘર પરિવારની (New Home) ઉન્નતિ અને દુર્ગતિ થાય છે. એટલા માટે ખુબ જ જરૂરી છે કે આપણે હંમેશા યોગ્ય જગ્યા ની પસંદગી (Tips To Take Care While Buying New Home) કરવી જોઈએ. જેથી ઘર આપણા પરિવાર માટે સુખ અને સમૃદ્ધિ લઇને આવે. તમે વળવાઓને કહેતા સાંભળ્યા હશે કે, 'તેને ઘર ફળ્યું..' ત્યારે એવું પણ સાંભળ્યું હશે કે, તેને ઘર ના ફળ્યું, ક્યારેક તે ઘરમાં ગયા બાદ જે તે પરિવારનાં સભ્યોનો અકસ્માત થવો, મૃત્યુ થવું, પાયમાલ થઇ જવું કે સંતાન ન થવા જેવી ઘટનાઓ બનતી હોય છે.
<br />સ્મશાન ભુમિ- જ્યારે પણ તમે ઘર ખરીદવા જાઓ અથવા કોઈ જમીન લો છો તો તે પહેલા જાણી લો કે તે જમીનનાં ભુતકાળ અંગે જાણવું જરૂરી છે. અત્યારે જ્યાં ઘર છે ત્યાં પહેલાં શું હતું તે જાણવું ખુબજ જરૂરી છે. જો આ સ્થળ પર પહેલાં સ્મશાન હોય તો તે અશુભ માનવામાં આવે છે, કારણ કે ભલે તે સ્મશાન હટાવી દેવામાં આવેલ હોય, પરંતુ તે ભુમિની નકારાત્મક ઊર્જા ક્યારે નષ્ટ થતી નથી.
કતલખાનાની નજીક- કોઈ એવું સ્થાન જ્યાં પશુ/જીવ હત્યા કરવામાં આવતી હોય, જ્યાં મોટી સંખ્યામાં માસુમ જાનવરોનું લોહી વહેતું હોય, જે જગ્યાએથી દર્દનાક અવાજ તથા જે જગ્યાનું વાતાવરણ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, એવી જગ્યાએ ઘર લેવું જોઈએ નહીં. આવી જગ્યા અથવા તો તેની આસપાસની જગ્યા પણ રહેવા માટે શાસ્ત્રો અનુસાર અશુભ હોય છે.