Vastu Tips For Tulsi: સનાતન ધર્મમાં તુલસીના છોડને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. લગભગ તમામ હિંદુઓનાં ઘરમાં કે બહાર તુલસી લગાવેલા હોય છે. જેની પાસે રોજ દીવો કરવાનો નિયમ પણ હોય છે. ક્યારેક આપણે અજાણતા તુલસીના છોડ પાસે કેટલીક એવી વસ્તુઓ મુકી દઇએ છીએ કે જેનાથી આપણા જીવન પર નકારાત્મક અસર થાય છે. દિલ્હી નિવાસી જ્યોતિષ આચાર્ય પંડિત આલોગ પાંડયા આપણને જણાવે છે કે, તુલસી પાસે કઇ કઇ વસ્તુઓને ભૂલથી પણ ન રાખવી જોઇએ.
શિવલિંગ- વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, ભગલાન શિવની મૂર્તિ કે શિવલિંગને તુલસી પાસે ક્યારેય ન મુકવા જોઇએ. ધાર્મિક માન્યતા પ્રમાણે, તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે. પૌરાણિક કથાઓમાં વર્ણન છે કે, તુલસીનું બીજા જન્મમાં વૃંદા નામ હતું. જે જાલંધર નામના રાક્ષસની પત્ની હતી પરંતુ ભગવાન શિવે જાલંધર રાક્ષસના ત્રાસથી હેરાન થઇને તેનું મૃત્યું કરી નાંખ્યું હતુ. આ જ કારણ છે કે, શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ પણ નથી થતો.
ભગવાન ગણેશની મૂર્તિ - ધાર્મિક ગ્રંથો પ્રમાણે એક કથા ઘણી જ પ્રચલિત છે. જે પ્રમાણે, એકવાર નદીના કિનારે ભગવાન ગણેશ તપસ્યામાં લીન હતા. તે સમયે જ ત્યાંથી માતા તુલસી જઇ રહ્યા હતા. તેઓ ભગવાન ગણેશની સુંદરતાને જોઇને મોહિત થઇ ગયા અને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. આવામાં ભગવાન ગણેશે તેમને ના પાડી દીધી. જેથી ગુસ્સે ભરાઇને માતા લક્ષ્મીએ તેમને બે લગ્નનો શ્રાપ આપી દીધો. આ જ કારણ છે કે, તુલસીના છોડ પાસે ભગવાન ગણેશની પ્રતિમા મુકવામાં આવતી નથી અને તેમની પૂજામાં પણ તુલસીનો સમાવેશ કરવામાં આવતો નથી.
બૂટ - ચપ્પલ: વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ ક્યારેય પણ તુલસીના છોડની પાસે શૂઝ અને ચપ્પલ ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. તુલસી પાસે ચંપલ અને ચપ્પલ રાખવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે, જેના કારણે માણસને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. આ સાથે પગરખાં અને ચપ્પલને પણ રાહુ અને શનિનું પ્રતીક માનવામાં આવે છે.