Vastu Tips : ઘરના દરવાજા પર મુકી દો આ 4માંથી કોઇ એક શુભ વસ્તુ, સુખ-સમૃદ્ધિ સામે ચાલીને આવશે તમારે દ્વાર
Vastu Tips:દરેક વ્યક્તિ પોતાની અને પોતાના ઘરની સુખ સમૃદ્ધિ તથા સંપન્નતા ઇચ્છે છે. તેના માટે તે અનેક પ્રકારના ઉપાય પણ કરે છે, પરંતુ ઘણા ઉપાયો અજમાવ્યા બાદ પણ લોકોને તેમની મહેનતને અનુરૂપ ફળ પ્રાપ્ત નથી થતું. તેવામાં વાસ્તુ શાસ્ત્ર તમારી મદદ કરી શકે છે. વાસ્તુ શાસ્ત્રની રચના સ્વયં પરમપિતા બ્રહ્માએ મનુષ્યોની ભલાઇ માટે કરી છે.
વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મુકો છો તો તે તમારા ઘરને સુખ સમૃદ્ધિ અને સંપન્નતાથી પરિપૂર્ણ કરી શકે છે.
2/ 8
તો ચાલો જાણીએ પંડિત કૃષ્ણ કાંત શર્મા, જ્યોતિષ તથા વાસ્તુ સલાહકાર પાસેથી કે કઇ છે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલી આ વસ્તુઓ...
विज्ञापन
3/ 8
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર આ 4 વસ્તુઓ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા રહે છે.
4/ 8
કળશ : ઘણીવાર તમે પૂજા પાઠ દરમિયાન કળશ સ્થાપના સૌથી પહેલા થતા જોઇ હશે. કળશ સ્થાપના કરવી સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આપણે સૌએ કળશ આપણા ઘરના મુખ્ય દ્વાર પર સ્થાપિત કરવો જોઇએ. આમ કરવાથી ઘરમાં સંપન્નતા આવે છે અને ઘરના કંકાસ પણ દૂર થાય છે.
5/ 8
તુલસી : હિન્દુ ધર્મમાં લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવામાં આવે છે. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ લાગેલો છો તો સવાર-સાંજ તેને જળ જરૂર અર્પણ કરો. તુલસી ભગવાન વાસુદેવને અતિ પ્રિય છે. તેથી તુલસીના છોડની પૂજા કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુનો આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
विज्ञापन
6/ 8
ફૂલોની માળા : ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ફૂલોથી બનેલી માળા અથવા કેરી, પીપળા, આસોપાલવના પાનની બનાવેલી માળા લગાવી શકો છો.
7/ 8
આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જ્યારે આ માળા સુકાઈ જાય ત્યારે તેને સમયાંતરે બદલવી જોઈએ.
8/ 8
સ્વસ્તિક : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે.