જ્યારે પણ આપણે ક્યાંય બહાર જઈએ છીએ, ત્યારે આપણે એક નાનું પર્સ (Purse) ચોક્કસ સાથે લઈ જઈએ છીએ. સ્ત્રી હોય કે પુરૂષ, બંનેએ પોતાની જરૂરી વસ્તુઓ લઈ જવા માટે પર્સ રાખવું પડે છે. કારણ કે પર્સ એવી વસ્તુ છે, જેમાં ગમે ત્યાં જવા માટે જરૂરી સામાન અને વસ્તુઓ રાખી શકીએ છીએ. જેને જરૂર પડ્યે આપણે ઉપયોગમાં લઇ શકીએ છીએ. ઘણી વખત એવું બને છે કે જાણ્યે-અજાણ્યે આપણે આપણા પર્સમાં એવી વસ્તુઓ રાખીએ છીએ જેની જરૂર હોતી નથી. પરંતુ ભાગ્યે જ ઓછા લોકો જાણતા હોય છે કે વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) અનુસાર એવી ઘણી વસ્તુઓ છે. જેને પર્સમાં ન રાખવી જોઈએ. એવું કહેવાય છે કે તેમને પર્સમાં રાખવાથી હંમેશા તમારી પાસે પૈસા (Money)ની કમી રહે છે. તો ચાલો જાણીએ તમારા પર્સમાં કઈ વસ્તુઓને ટાળવી જોઈએ (Don't keep these Thing in Wallet) જેથી કરીને તમારે કોઈપણ પ્રકારની આર્થિક તંગીનો સામનો ન કરવો પડે.