Crassula Plant Vastu Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે. પરિવારના દરેક સભ્યનું સ્વાસ્થ્ય સારું રહે અને તેને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો ન પડે તેના માટે વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ કેટલીકવાર તમામ પ્રયત્નો કર્યા પછી પણ વ્યક્તિ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકતો નથી.
વાસ્તુ અનુસાર ઘર કે ઓફિસમાં કેટલાક છોડ લગાવવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ છોડમાંથી એક ક્રાસુલા પ્લાન્ટ છે. મોટાભાગના લોકો જાણે છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે, જ્યારે વાસ્તુમાં ક્રાસુલાના છોડને પણ ખૂબ જ ચમત્કારી અને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ક્રાસુલા પ્લાન્ટ મની પ્લાન્ટ કરતાં વધુ પ્રભાવી છે. તો આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રાસુલા પ્લાન્ટ લગાવવાના ફાયદા અને તેને મુકવાની સાચી દિશા વિશે.
જે રીતે આપણી પાસે વાસ્તુશાસ્ત્ર છે, તેવી જ રીતે ચીનમાં ફેંગશુઈ પણ છે. ફેંગશુઈ અનુસાર, ક્રાસુલા એક એવો છોડ છે, જેને ઘરમાં રાખવાથી તે ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ છોડને ઘર કે ઓફિસમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો તમારી પાસે પણ ધન ટકતું નથી, તો તમે ક્રાસુલા પ્લાન્ટ લગાવી શકો છો.