ઘરમાં દરેક વસ્તુ વાસ્તુશાસ્ત્ર (Vastu Tips) અનુસાર સેટ કરવી જોઈએ. તેથી ઘરના રસોડાનો રંગ (Kitchen Color) ખૂબ જ મહત્વપૂર્ણ છે. રસોડું ઘરનું સૌથી ખાસ અને મહત્વનું સ્થાન માનવામાં આવે છે. તે જ કારણ છે કે તેની દિવાલ પરનો રંગ (Kitchen Wall Color) પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે રસોડું પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો આવો જાણીએ ઘરના રસોડામાં કયા રંગનો ઉપયોગ કરવો જોઈએ.
લાલ કે નારંગી રંગ: વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવામાં રસોડું મહત્વની ભૂમિકા નિભાવે છે. એવામાં રસોડાની દિવાલનો રંગ પણ ખૂબ કાળજીપૂર્વક પસંદ કરવો જોઇએ. માનવામાં આવે છે કે રસોડામાં લાલ કે નારંગી રંગ કરવાથી સકારાત્મક એનર્જીનો પ્રવાહ જળવાઇ રહે છે અને ઘરમાં પણ સારું વાતાવરણ બની રહે છે.