વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી દરેક વસ્તુનું પોતાનું મહત્વ હોય છે. એનાથી ઘર પરિવારની સુખ સમૃદ્ધિ પ્રભાવિત થાય છે. ઘણી વખત આપણે જોયું હશે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ દિશામાં રાખવાથી ઘરની સજાવટ સાથે સાથે ગ્રહોની ચાલ પણ પ્રભાવીત થઇ જાય છે. જેમાં વ્યક્તિએ માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સામાન્ય રીતે રાતમાં ભોજન કર્યા પછી વધુ લોકો વાસણને સિંક અથવા ડાઇનિંગ ટેબલ પર છોડી દે છે. એવું કરવાથી રાહુ અને કેતુ ગ્રહ નારાજ થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાત્રે ગંદા વાસણ રાખવું અશુભ માનવામાં આવે છે એ માટે જ થોડો સમય કાઢી વાસણને રાત્રે સાફ કરી લેવું જોઈએ. ગંદા વાસણ રાત્રિભર રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.
ઘરની અંદર આવતી વખતે આપણે ઘણી બધી વસ્તુઓ બહાર છોડીને ઘરમાં પ્રવેશી કરીએ છે. પરંતુ ઘણીવાર લોકો ઉતાવળમાં ઘણી ભૂલો કરી બેસે છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ગભરાટમાં લોકો ચપ્પલ અને શૂઝ પહેરીને બેડરૂમમાં પ્રવેશ કરે છે. આવું કરવું બિલકુલ યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચપ્પલ ક્યારેય પણ ઘરની અંદર ન લાવવા જોઈએ. ઘરમાં બુટ ચપ્પલ એક નિશ્ચિત જગ્યાએ રાખવા જોઈએ.