ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્ર સનાતન જ્યોતિષ વિજ્ઞાનનો અંશ છે, જે ઘર, મકાન, દુકાન વગેરે તમામ નિર્માણ કાર્યોને શાસ્ત્રોક્ત વિધિથી કરાવવામાં મદદરૂપ હોય છે. વાસ્તુ શાસ્ત્ર યોગ્ય વસ્તુનું યોગ્ય દિશામાં હોવું અત્યંત આવશ્યક છે. ઘણી વખત જાણ્યે-અજાણ્યે આપણે, આપણા ઘર, દુકાન, ઓફિસમાં કેટલીક એવી વસ્તુઓ મૂકી દઈએ છે, જેનાથી નકારત્મક ઉર્જા નીકળે છે અને એ જગ્યાનું સારું વાતાવરણ ખરાબ થઇ જાય છે, જેના કારણે પ્રગતિ, સબંધ, આવક, સ્વાસ્થ્ય, માસિકતા વગેરે પર ખરાબ અસર પડે છે.
તાજ મહલ: દુનિયાની સાત અજાયબીઓમાંની એક ભારતનું ગૌરવ તાજમહેલની તસવીર કે તેની પ્રતિકૃતિ ઘરમાં રાખવી પણ અશુભ માનવામાં આવે છે. અલબત્ત તાજમહેલ સુંદર છે પરંતુ વાસ્તવમાં તે માત્ર એક મકબરો છે જ્યાં શાહજહાં અને તેની બેગમ મુમતાઝની કબરો બનાવવામાં આવી છે. તેને ઘરમાં રાખવાથી ઘરમાં અશુદ્ધિ આવે છે સાથે જ તે મૃત્યુ અને નિષ્ક્રિયતાનું પણ પ્રતિક છે.