જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે આ બિલ્ડિંગ વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આગામી દિવસોમાં સુવિધામાં વધુ વધારો થશે. ઈમારતના ઉદ્ઘાટન બાદ ઉપરાજ્યપાલ 22 માર્ચથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન યાત્રિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા વરિષ્ઠ નાગરિકો, પોલીસ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ સાથે પણ કરશે.