Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના દાંડિયા બજાર સ્થિત માણેકરાવ અખાડા પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ગાયકવાડ સમયનું છે. એક કથા પ્રમાણે, આ શિવલિંગ ઘણા વર્ષો પહેલા અહીં સ્વયંભૂ પ્રગટ થયું હતું. સામાન્ય રીતે તો અર્ધગોળાકાર સ્વરૂપમાં શિવલિંગ હોય છે, પરંતુ અહીં અડધું શિવલિંગ તમને જોવા મળશે.