Home » photogallery » dharm-bhakti » ભીમે ગદા મારી અને શિવલીંગ પ્રગટ થયું, વડોદરાના ભીમનાથ મહાદેવનો છે પૌરાણિક ઇતિહાસ

ભીમે ગદા મારી અને શિવલીંગ પ્રગટ થયું, વડોદરાના ભીમનાથ મહાદેવનો છે પૌરાણિક ઇતિહાસ

વડોદરામાં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અર્જુને માટીનાં ઘડાને શિવલિંગનો આકાર આપી ભીમ પાસે પૂજા કરાવી હતી. બાદ હકીકત જાણતા, ભીમે ગદાથી પ્રહાર કર્યો હતો અને શિવલિંગ પ્રગટ થયું હતું.

  • Local18
  • |
  • | Vadodara, India
विज्ञापन

  • 18

    ભીમે ગદા મારી અને શિવલીંગ પ્રગટ થયું, વડોદરાના ભીમનાથ મહાદેવનો છે પૌરાણિક ઇતિહાસ

    Nidhi Dave, Vadodara: વડોદરા શહેર નવનાથ મહાદેવથી જાણીતું છે. વડોદરાની ચારેય તરફ નવનાથ મહાદેવ આવેલા છે. જેથી કહી શકાય છે કે, વડોદરાની સુરક્ષા આ નવનાથ મહાદેવ જ કરી રહ્યા છે. આ નવનાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર ખુબ જ પૌરાણિક અને ઐતિહાસિક માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 28

    ભીમે ગદા મારી અને શિવલીંગ પ્રગટ થયું, વડોદરાના ભીમનાથ મહાદેવનો છે પૌરાણિક ઇતિહાસ

    આ મંદિર સયાજીગંજમાં ભીમનાથ રોડ નામનો રસ્તો આવેલો છે. રસ્તાની જોડે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ભીમની ગદાના પ્રહારથી શિવલીંગ પ્રગટ થયું હોવાથી મંદિર ભીમનાથ મહાદેવ તરીકે જાણીતું થયુ છે.

    MORE
    GALLERIES

  • 38

    ભીમે ગદા મારી અને શિવલીંગ પ્રગટ થયું, વડોદરાના ભીમનાથ મહાદેવનો છે પૌરાણિક ઇતિહાસ

    ભીમનાથ મહાદેવ મંદિરના પૂજારી ગજેન્દ્ર પ્રસાદ જોશીએ રસપ્રદ ઇતિહાસ જણાવ્યો હતો કે, આ મંદિરની ગાયકવાડના શાસન દરમિયાન સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરના સ્થળે પાંડવો અજ્ઞાતવાસમાં અહીં આવ્યા હોવાનું મનાય છે.

    MORE
    GALLERIES

  • 48

    ભીમે ગદા મારી અને શિવલીંગ પ્રગટ થયું, વડોદરાના ભીમનાથ મહાદેવનો છે પૌરાણિક ઇતિહાસ

    પાંડવોને વનવાસ ભોગવી રહ્યા હતા, ત્યારે તેઓ આ સ્થળે આવ્યા હતા અને રાત્રી દરમ્યાન ભોજન બનાવવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 58

    ભીમે ગદા મારી અને શિવલીંગ પ્રગટ થયું, વડોદરાના ભીમનાથ મહાદેવનો છે પૌરાણિક ઇતિહાસ

    ભોજન જમતા પહેલા ભીમને પ્રતિજ્ઞા હતી કે, શિવજીના શિવલીંગની પૂજા કર્યા સિવાય ભોજન ન લેવું. આ વિસ્તાર ગાઢ જંગલ વાળો હોવાથી કોઈ શિવલીંગ દેખાયું નથી.

    MORE
    GALLERIES

  • 68

    ભીમે ગદા મારી અને શિવલીંગ પ્રગટ થયું, વડોદરાના ભીમનાથ મહાદેવનો છે પૌરાણિક ઇતિહાસ

    એ સમયે અર્જુને હોશિયારી વાપરીને માટીના ઘડાને શિવલીંગનો આકાર આપી અને ભીમને પૂજા કરવા જણાવ્યું. ભીમ ભોળા હોવાને કારણે તેઓએ માટીના ઘડાની પૂજા કરી અને ભોજન ગ્રહણ કર્યું. આરામ કક્ષમાં બેઠા બાદ બધા જ હસવા લાગ્યા હતા.

    MORE
    GALLERIES

  • 78

    ભીમે ગદા મારી અને શિવલીંગ પ્રગટ થયું, વડોદરાના ભીમનાથ મહાદેવનો છે પૌરાણિક ઇતિહાસ

    જેથી ભીમે પૂછ્યું કે, શા માટે હસો છો? અર્જુન એ જવાબ આપતા જણાવ્યું કે, અમે બધા પણ ભોજન કરી શકીએ તે માટે યુક્તિ વાપરીને તમારી પાસે શિવલીંગની પૂજા કરાવી. તમે જેની પૂજા કરી તે શિવલીંગ નહીં પરંતુ માટેનો ઘડો હતો. આ સાંભળતા જ ભીમ ક્રોધિત થયા અને ગદાધારી ભીમે પોતાની ગદા ઉચકી માટીની હાલડી પર મારી હતી.

    MORE
    GALLERIES

  • 88

    ભીમે ગદા મારી અને શિવલીંગ પ્રગટ થયું, વડોદરાના ભીમનાથ મહાદેવનો છે પૌરાણિક ઇતિહાસ

    ગદા અડતા જ ત્યાંથી શિવલીંગ પ્રગટ થયું. ભીમે જ્યાં ગદા શિવલીંગ પર મારી હતી. એના નિશાન આજે દિન સુધી જોવા મળી રહ્યા છે. ત્યારથી ભીમનાથ મહાદેવ નામ પડ્યું છે.

    MORE
    GALLERIES