

મેષ(અ.લ.ઈ) : નવા રોકાણો લાભદાયી બની રહેશે. પરોપકારવૃત્તિ વધે. યાત્રા પ્રવાસ સરળતાથી પાર પાડ઼ી શકશો. સ્નેહરથી મિલન થાય. સ્નેહમય વાતાવરણ વધુ ગમશે. (જ્યોતિષાચાર્ય: ડો. મહેશભાઈ દશોરા. MO - 94261 35316)


વૃષભ(બ.વ.ઉ) : આકસ્મિક રીતે લાભની તકો ઝડપી શકશો. મહેનતનું યોગ્ય ફળ મળી રહેશે. કાયદાકીય બાબતમાં નિષ્ણાંત બનશો. મોસાળ પક્ષના સભ્યોથી લાભ થાય. આરોગ્ય જળવાય.


મિથુન(ક.છ.ઘ) : સામાજિક કાર્યોમાં સફળતા મળે. પ્રાકૃતિક સૌદંર્યના પ્રેમી બનશો. પરિવારમાં સુમેળ અને શાંતિ રહે. આયોજનપૂર્વક કરેલા કાર્યોમાં સફળતા મળે. આવકના સાધનોમાં વધારો થાય.


કર્ક(ડ.હ.). પડવા-વાગવાથી ઇજા થઇ શકે. બીજાને વિશ્વાસે ચાલવાથી હાનિ સહન કરવી પડે. સંતાનના સ્વાધ્ય બાબતે ચિંતા રહે. નોકરીયાત વર્ગને માનસિક મુંઝવણમાં વધારો થાય.


સિંહ(મ.ટ.) : આદ્યાત્મિક વલણ અનુકૂળ રહેશે. દામ્પત્યજીવનમાં વાતાવરણ જળવાઈ રહે. મોજશોખ પાછળ ખર્ચનું પ્રમાણ વધુ રહે. પ્રવાસમાં ધારેર્લી સફળતા મેળર્વી શકશો.


કન્યા(પ.ઠ.ણ.) : સગા સંબંધીઓ સાથે સંબંધમાં મધુરતા આવે. મુંઝવણ અને સમસ્યાનો ઉકેલ આવે. સ્મરણશકિતમાં વધારો થાય. સ્થાયી પ્રોપર્ટી સુખમાં વૃદ્ધિ થાય. તબિયત એકંદરે સારી રહેશે.


તુલા(ર.ત.): સર્વાગી પ્રગતિનો દિવસ. કાર્યક્ષેત્રે ધારેલી સફળતા મળે. દામ્પત્યજીવનમાં એકબીજાની અનુકુળતા જળવાઈ રહે. લોકોપયોગી કાર્યોમાં સહાયભૂત થઈ શકશો. કલાના રસિક બનશો.


વૃશ્ચિક(ન.ય.) : તબિયતની વિશેષ કાળજી રાખવી. પરિવારમાં મનમુટાવની સ્થિતિ રહી શકે. ચિંતાકારક પરિબળો મન પર ઘેરી અસર કરે. સાચા મિત્રો સાથે અણબનાવની સ્થિતિ રહે.


ધન(ભ.ધ.ફ.ઢ.) : સાચા મિત્રો સાથે સંબંધ જળવાઈ રહેશે. યાત્રા પ્રવાસ સુખરૂપ પાર પડે. કુટુંબીજનો સાથે બગડેલા સંબંધો મધુર બને. પેટ, આંતરડા સંબંધી તકલીફમાં રાહત.


મકર(જ.ખ.) ધંધાકીય નવા આયોજનો થાય. શુભ માંગલિક પ્રસંગોના કારણે મન પ્રસન્ન રહેશે. સંતાનના સ્વાથ્યની ચિંતા હળવી થાય. જમીન મકાનના વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલ આવે.


કુંભ(ગ.શ.સ.) : નવી સ્થાવર મિલ્કત વસાવી શકશો. બહારગામથી આનંદદાયક સમાચાર મળે. મૂડી રોકાણ બાબતની ચિંતા હળવી થાય. ઈતર પ્રવૃત્તિમાં પ્રવૃત રહેશો. આરોગ્ય જળવાય.