

મેષ(અ.લ.ઈ): બપોર પછી ન ધારેલી સફળતા મેળવી શકશો. સર્વાર્ગી પ્રગતિ સાધી શકશો. પૂર્વે કરેલા આયોજનનું માઠું ફળ ચાખી શકશો. સંતાનના વિવાહનું નકકી થાય .ધંધાકીય આયોજનો પાર પડે. (જ્યોતિષાચાર્ય: ડો. મહેશભાઈ દશોરા. MO - 94261 35316)


વૃષભ(બ.વ.ઉ): પૂર્વ દિશામાંથી શુભ સમાચાર મળે. વિદેશી વસ્તુઓથ લાભ.કાર્યક્ષેત્રના વિકાસમાં પત્નીનો સહકાર મળી રહેશે. આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ.પરિવારમાં સાનુકૂળ વાતાવરણ જોઈ શકશો.


મિથુન(ક.છ.ઘ): વધુ પરોપકારવૃત્તિના કારણે બનાવટ, હાનિ થાય. કાવાદાવા અને છળકપટથી દૂર રહેવું. કોઇની પારકી અંગત જવાબદારીમાં પડવું નહીં.


કર્ક(ડ.હ.): બેંદ્ધિક ક્ષેત્રે સફળતા મળે. શ્રેષ્ઠ લાભની તક મળશે. તબિયતમાં એકંદરે સુધારો જણાય. મનના મનોરથ સિદ્ધ થાય. કુટુંબીજનો સાથે બગડેલા સંબંધો મધુર રહે.


સિંહ(મ.ટ.) : વ્યવહારકુશળતામાં વધારો થાય. સ્થાવર મિલ્કતના સોદા પાકા થાય. યાત્રા પ્રવાસ થી મન પ્રસન્ન રહેશે. સ્નેહીજનની વાત માની લેશો તો ફાયદો જ ફાયદો. ઇત્તર પ્રવૃત્તિમાં આગળ વધી શકશો.


કન્યા(પ.ઠ.ણ.) : આવડત, પ્રતિભાથી વધુ શ્રેષ્ઠ વિકાસ થાય. દામ્પત્યજીવનમાં એકબીજાની અનુકૂળતા જળવાઈ રહેશે. આદ્યાત્મિક સંત્સગના કારણે મન વધુ એકાગ્ર બને.


તુલા(ર.ત.). ખોટા સાહસથી થયેલા કામ પણ બગડી શકે. નિકટ સંબંધી સાથે વધુ પડતી ચર્ચા વિચારણા કરવી નહીં. પડવા-વાગવાથી હાથ-પગ સંબંધી ઇજા થઈ શકે.


વૃશ્ચિક(ન.ય.) કાર્યક્ષેત્રે મન પરોવાયેલું રહેશે. સહકાર્યકર્તાનો શ્રેષ્ઠ સહકાર મળી રહેશે. સાચા મિત્રો સાથે સંબંધો વધુ ગાઢ બનશે. અણધાર્યા ખર્ચ પર અકુશ મૂકવો. આવકના સાધનોમાં વધારો થાય.


ધન(ભ.ધ.ફ.ઢ.) : માનસિક ચિંતા હળવી થાય. ફસાયેલી ઉઘરાણી મેળવી શકશો. નેતાગીરીની ઉજળી તક મળે. અદાલત કામકાજમાં સફળતા મળે. સિધ્ધાંત નિષ્ઠાથી આગળ વધી શકશો.


મકર(જ.ખ.) સ્મરણશકિત અને આત્મસ્કુરણા વધે. પરિવારજનની શુભ પ્રગતિ આનંદમાં વધારો કરનારી રહે. કાયદાકીય બાબતમાં નિષ્ણાંત બનશો.ભાગ્યોદયની નવી નવી તક ઝડપી શકશો.


કુંભ(ગ.શ.સ.): બીજા પર વધુ વિશ્વાસ રાખવો નહીં. સાચા મિત્રો છેલ્લી ઘડીએ દગાને પાત્ર બનશે. વડીલ વ્યકિતની સ્વાસ્થય બાબતે ચિંતીત રહેશો.ઉતાવળીયા નિર્ણયોથ,આવેશાત્મક પગલાંઓથી દૂર રહેવું.


મીન(દ.ચ.ઝ.થ.): ભાગ્યોદયના દરવાજા ખુલશે. જીવનસાથનું વલણ અનુકૂળ રહેશે. આયોજનબદ્ધ કાર્યો કરવાથી સફળતા અવશ્ય મળશે માનસિક શાંતિ જળવાઇ રહેશે.