મેષઃ આજે ચંદ્રમા અને શનિ તમારી રાશિથી ભાગ્ય ભાવમાં રહેશે. ચંદ્ર-શનિ યુતિ થોડો તણાવ આપશે અને મનમાં હીનતા. નબળાઈ રહેશે તેમ જ આત્મબળ-સાહસનો અભાવ રહેશે. તમને કોઈ સારા સમાચાર મળશે તોપણ તમે ભાવુક રહેશે અથવા તો નિરાશ થશો. મનની આવી સ્થિતિ તમારા માટે સૌથી મોટો અવરોધ સાબિત થઈ શકે છે. તમારી આશાઓને અને દષ્ટિકોણને વધુ દઢ બનાવો. નકારાત્મક વિચારોથી બચો અને વધુ ને વધુ સકારાત્મક બનવાની કોશિશ કરો. કોઈ પણ નિર્ણય નસીબના ભરોસે ન છોડો. તમારા કામમાં ઘડી ઘડી અડચણો આવી શકે છે. તમારે વાણી પર નિયંત્રણ રાખવું પડશે. જરૂરથી વધુ ન બોલો. જીવનસાથીને વધુ સન્માન આપો. મિત્રો અને પરિવારના સભ્યો સાથે શાંતિથી વ્યવહાર કરો, નહિતર સંબંધો ખરાબ થઈ શકે છે. તમે જીવનસાથી પર તમારી મરજી થોપવાની કોશિશ કરશો. તમારા જીવનસાથીનું આજે નવું રૂપ જોવા મળશે. પ્રેમ-સંબંધઃ આજે તમારા મન પર તણાવ, ભ્રમ હાવી થઈ શકે છે. તમે આજે તમારા મિત્રો, પ્રેમી અથવા જીવનસાથી પર અકારણ ગુસ્સો ઉતારી શકો છો. તમારે તમારા સાથીને સન્માન આપવું પડશે, નહિતર તમારી વચ્ચેનો સંબંધ સમાપ્ત થઈ શકે છે. તમારે વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે. નોકરી-ધંધોઃ આજે અકારણ અને અચાનક તમારાં નાણાં ખર્ચાઈ જશે. નોકરીમાં આજનો માહોલ નિરાશાજનક અને પ્રતિકૂળ રહેશે. તમારે કામકાજમાં સાવધાની રાખવી પડશે. આરોગ્યઃ ઘૂંટણમાં અથવા શરીરના કોઈ ભાગમાં દુખાવો થઈ શકે છે. પગમાં દર્દ રહેશે. તમને માનસિક તણાવ રહી શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમારો અભ્યાસ સમય ખરાબ થઈ શકે છે. તમે ટાઇમટેબલ બનાવી એકાંતમાં અભ્યાસ કરજો.
વૃષભઃ શનિ અને ચંદ્રમા અષ્ટમ ભાવમાં હોવા છતાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારા દષ્ટિકોણમાં, માહોલમાં સકારાત્મકતા આવશે, જે તમને દિવસભર પ્રસન્ન રાખશે. આજે તમે કોઈ સારા અને સકારાત્મક ફેરફારની અપેક્ષા રાખશો. આજે તમને કોઈ લાભ થઈ શકે છે. કેટલાક સકારાત્મક પરિવર્તન તો તમારા પ્રસન્ન અને વિનોદી વ્યવહારને કારણે આવશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે તમારા જીવનસાથીની મોટા ખર્ચ કરવાની આદતથી ચિંતા કરશો. તમારે કોઈ પ્રવાસ કરવાનો આવી શકે છે. તમે નોકરી બદલવાનો પ્રયાસ કરશો અથવા કોઈ નોકરી સાથે સંકળાયેલી ખુશખબરી તમને મળી શકે છે. મિત્રો અને સાથીઓ સાથે તમારો સમય સારો પસાર થશે. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે સારા સંબંધ રહેશે. તમારા સાથી તમારી વાત સરળતાથી માની જશે. તમારું દાંપત્યજીવન સુખી અને આનંદદાયક રહેશે, પરંતુ તમારે સંભાળીને વ્યવહાર કરવો પડશે. નોકરી-ધંધોઃ આજે તમને કોઈ ધનલાભ થઈ શકે છે. નોકરી-ધંધામાં તમને સારી સફળતા મળી શકે છે. નોકરીમાં મનપસંદ ટ્રાન્સફર અથવા પ્રમોશન મળી શકે છે. આરોગ્યઃ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે દિવસભર પ્રસન્ન રહેશો. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમને અતીતમાં કરેલી મહેનતથી સારું પરિણામ મળશે. હવે તમારે નવા સુધારા કરી નવા અભ્યાસ માટે વધુ મહેનત કરવી પડશે.
મિથુનઃ આજનો દિવસ તમારા માટે દરેક દષ્ટિએ સારો રહેશે. આજે તમારી સાથે એવી કેટલીક ઘટનાઓ બનશે, જે તમારા માટે અનકૂળ સાબિત થશે. આજે ભાગ્યના દરવાજા તમારા માટે ખુલ્લા રહેશે. અગર કોઈ પ્રવાસ કરવાનો આવે છે તો તમારો ઉદ્દેશ પૂરો કરવા તમને નિશ્ચિત સફળતા મળી શકે છે. લગ્ન ઇચ્છુકોનો આજે સંબંધ પાક્કો થઈ શકે છે. આજે તમે બહુ ઉતાવળા થશો અને તમારાં કાર્યો જલદીથી પૂરાં કરી લેશો, પરંતુ તમારા નકારાત્મક વિચારોથી તમારે બચવું પડશે. પરિવાર અને સમાજથી તમને મદદ અને સમર્થન મળી શકે છે. પ્રેમ-સંબંધઃ અવિવાહિતોનાં લગ્ન નક્કી થઈ શકે છે. વિવાહિતોને પણ આજે તેમના સંબંધોમાં નવી ઊર્જાનો અનુભવ થશે. આજે તમારું દાંપત્યજીવન આનંદદાયક અને સુખી રહેશે. નોકરી-ધંધોઃ તમને કોઈ સારો ધનલાભ થઈ શકે છે. તમારો ધંધો સારો ચાલશે. લાંબી મુદતની લોન મંજૂર થઈ શકે છે. નોકરીમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને પ્રમોશન અથવા પગારવધારો મળી શકે છે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે. તમે ઉત્સાહ અને પ્રસન્નમાં રહેશો. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમને કોઈ મહત્ત્વની સફળતા મળી શકે છે. તમારાં જ્ઞાન, મહેનત અને યોગ્યતાની પ્રશંસા થઈ શકે છે.
કર્કઃ આજે તમારા રાશિસ્વામી અને તમારી રાશિના પરમશત્રુ માનવામાં આવતા શનિ તમારી રાશિથી રિપૂ ભાવમાં એકસાથે છે. આજનો દિવસ તમારા માટે ઠીક છે. આજે તમે ભાવનાત્મક બનવાને બદલે વ્યવહારિક બનો. તમે યથાસંભવ શાંત અને સંયમ જાળવીને દિવસ પસાર કરો, કોઈ પણ પ્રતિક્રિયા આપતાં પહેલાં બરોબર વિચાર કરી લો. બધાની સાથે તમારો વ્યવહાર વિનમ્ર રાખો. ભૂતકાળની વાત યાદ ન કરો, આજની બાબતમાં વિચારો. તમે આજે ક્યાંક ફરવા જાઓ છો તો તમારા માટે ઘણું સારું રહેશે. આને કારણે તમે આનંદમાં રહેશો. પ્રેમ-સંબંધઃ આજે તમારા મનમાં એવો અહંકાર આવશે કે તમે પ્રસન્ન-શાંત રહો છે એટલે તમારા જીવનસાથી પ્રસન્ન રહે છે. આજે તમારે ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે. નોકરી-ધંધોઃ આજે તમારો ખર્ચ વધુ રહેશે. તમારે જરૂરી નાણાં ઉધાર લેવાં પડશે. નોકરીમાં તમારે સાવધાન થઈ કામ કરવાનું રહેશે. આરોગ્યઃ આજે તમારી ભાવનાત્મક સ્થિતિને કારણે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તમારા સ્વાસ્થ્ય પર હવામાનની અસર થઈ શકે છે. તમને ગળાની એલર્જી થઈ શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ તમારી બેદરકારીને કારણે તમે અભ્યાસમાં તમારા સાથીથી પાછળ રહી જશો. તમારે આગળ વધવા વધુ મહેનત કરવી પડશે.
સિંહઃ આજે તમારી રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર-શનિની યુતિ રહેશે. આજે તમારા મન પર પોતાના ભવિષ્યની, પરિવારની અને સંતાનના શિક્ષણના ભવિષ્યની ચિંતા હાવી થઈ શકે છે. સૌથી મોટી એ સમસ્યા છે કે તમને એવી કોઈ વ્યક્તિ નહિ સૂઝે, જે તમારી વિશ્વાસપાત્ર હોય અને સાચી સલાહ આપી શકે. આજે તમે સ્વયંની પ્રેરણાથી આગળ વધો. તમારે તમારી યોજના અને પ્રેરણાના આધારે જેટલા પ્રયાસો કરશો એટલું તમારા માટે સારું રહેશે. સંતાનનાં કાર્યો, સંતાનના વ્યવહારથી તમારા મનમાં નિરાશા આવશે. તમે એવો કોઈ મોટો નિર્ણય ન લો જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે. મનમાં કોઈ અજાણ્યા ડર અથવા ચિંતા રહેશે. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી તમને ઊઠવા-બેસવા બબતે ટોકશે. દરેક વસ્તુ અસંતોષ રહેશે. તમારી વચ્ચેના મતભેદો વધી શકે છે. તમે આજે શાંત રહેશો અને સાથે ક્યાંક ફરવા જશો તો સારું રહેશે. નોકરી-ધંધોઃ આજનો તમારો ખર્ચ આવક કરતાં વધી જશે. નોકરીમાં આજે કામ વધુ રહેશે. તમારે પણ મહેનત વધુ કરવી પડશે. આરોગ્યઃ આજે વધુ સંવેદનશીલતા, મનમાં રહેલો તણાવ અને બેચેની તમને વધુ પરેશાન કરશે. તમારું પેટ કરાબ થઈ શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ ભણવા માટે તમારો આજનો દિવસ સારો રહેશે. તમારું મન ભણવામાં સારું રહેશે. કોઈ સ્પર્ધા અથવા પરીક્ષામાં તમને સારી સફળતા મળી શકે છે. તમારે મહેનત વધુ કરવી પડશે. તમને તમારી મહેનતને અનુરૂપ પરિણામ મળશે.
કન્યાઃ આજે ચંદ્રમા અને શનિ તમારી રાશિથી ચોથા ભાવમાં છે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમને મહત્વના ક્ષેત્રમાં સારી સફળતા મળી શકે છે. તમારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં તમને સફળતા મળશે. આજે તમારે વાહન અથવા કોઈ સાધનને લઈ સાવધાની રાખવી પડશે, કારણ કે આનાથી તમને પરેશાની થઈ શકે છે. આજે તમને કોઈ આધ્યાત્મિક અનુભૂતિ થઈ શકે છે. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે ગંભીર અને વિસ્તૃત વાતચીત થશે. આજે તમારે સકારાત્મક વાત કરવી પડશે. તમારું દાંપત્યજીવન સારું રહેશે. નોકરી-ધંધોઃ આજની નાણાંની સ્થિતિ સારી રહેશે. નોકરીમાં આજે તમે તમારું મહત્ત્વ અને પ્રતિમા સાબિત કરવામાં સફળ રહેશો. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. દિવસભર તમે ઉત્સાહ, ચુસ્તી અને પ્રસન્ન રહેશો. સાંજે તમને થોડો થાક લાગી શકે છે. તમારે વાહનથી સંભાળવું પડશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમને તમારી મહેનતનું સારું ફળ મળશે. તમારી પ્રતિભાના પ્રદર્શનની સારી તક મળશે. શિક્ષક તમારી પ્રશંસા કરશે.
તુલાઃ જો તમે નોકરીની શોધમાં છો તો તમને એ મળી શકે છે. તમારે તમારો આત્મવિશ્વાસ વધારવો પડશે. આજે તમારે વાણી પણ સંયમ રાખવો પડશે. તમારી વાણીને કારણે તમે કોઈ તક ગુમાવી શકો છો. તમારે દ્યૈર્યથી કામ કરવાનું રહેશે. તમારે ઓફિસમાં સાવધાનીથી કામ કરવાનું રહેશે. તમારે થોડો સમય પરિવાર માટે પણ કાઢવો પડશે. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે અકારણ કોઈ દલીલ થઈ શકે છે. તમારું દાંપત્યજીવન સામાન્ય રહેશે. તમારે તમારી ભાવના અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે. નોકરી-ધંધોઃ આજે તમને નોકરી મળી શકે છે. આજની તમારી પૈસાની સ્થિતિ સામાન્ય રહેશે. તમારો ખર્ચ આજે વધુ રહેશે. નોકરીમાં તમને સાથીઓથી પરેશાની થઈ શકે છે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. થાક, બેચેની અને માનસિક તણાવ રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમને તમારા શિક્ષકો પાસેથી મદદ અને સ્નેહ મળશે. તમારે મહેનત વધુ કરવાની રહેશે.
વૃશ્ચિકઃ ચંદ્રમા અને શનિની યુતિ આજે તમારી રાશિથી બીજા ભાવમાં છે. આજે તમે યથાસંભવ દ્યૈર્ય રાખો. વાણી પર નિયંત્રણ રાખવાનું રહેશે અને સ્વયંને ચિતામુક્ત રાખવાનું રહેશે. તમારા વિચારો સતત સકારાત્મક રાખો. તમે પ્રસન્ન રહેશો તો આપોઆપ પરેશાનીઓ ઓછી થઈ જશે. પરિવાર માટે તમારે આજે વધુ સમય આપવો પડશે. દરેક કામ અટકી અટકી પૂરાં થશે, એથી તમે આજે પૂરો દિવસ વ્યસ્ત રહેશો. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી દરેક વાતે સંવેદનશીલ રહેશે. તમે દરેક વાત પર ટીકાટિપ્પ્ણી કરશો અને આ કારણે તમારા સંબંધમાં અણબનાવ થઈ શકે છે. તમારે તમારી વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખવાનું રહેશે. નોકરી-ધંધોઃ આજે તમારી પૈસાની સ્થિતિ સારી નહિ રહે. અચાનક કોઈ જૂની ચુકવણી કરવાની આવી શકે છે અને તમારે નાણાંની વ્યવસ્થા કરવાની આવી શકે છે. નોકરીમાં તમારે થોડા અવરોધોને સામનો કરવો પડશે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. આંખોમાં અથવા દાંતોમાં કોઈ સમસ્યા થઈ શકે છે. દિવસ દરમિયાન તમને સુસ્તી અને આળસ રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમારે ઓછી મહેનત કરવાની આવશે અને તમને એનું ફળ પણ સારું મળશે.
ધનઃ આજે ચંદ્રમા અને શનિ એકસાથે તમારી રાશિમાં છે. તમારી સાડાસાતી ચાલુ છે અને આજનો દિવસ તમારા માટે બહુ યાદગાર નહિ રહે. આજનો દિવસભરનો વ્યવહાર શાંતિથી અને વિનમ્રથી કરવો પડશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં બહુ વ્યસ્ત અને સફળ રહેશો. આજનો દિવસ તમારા મિત્રો સાથે આનંદથી વીતશે. પરિવારની ચિંતા તમને વધુ રહેશે. ભૂતકાળની વાતો તમારા મન પર હાવી થઈ શકે છે. તમારે આજે બધી બાબતોમાં સતર્ક રહેવું પડશે, ખાસ કરીને તમારા મિત્રોથી સંભાળવું. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી પર તમારી ઇચ્છા થોપને બદલે તેમની વાત માનવાથી તમને માનસિક રીતે શાંતિ મળશે. તમે કોઈ પણ વાતે જીદ કરશો તો સંબંધ ખરાબ થઈ શકે છે. તમને કોઈ લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. નોકરી-ધંધોઃ આજે તમને પૈસાનો લાભ ઓછો અને નુકસાન વધુ થઈ શકે છે. નોકરીમાં તમારે આજે મહેનત વધુ કરવી પડશે. તમને તમારા અધિકારીઓ પાસેથી કોઈ મદદ નહિ મળે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું નહિ રહે. શરીરમાં દર્દ અને થોડો તાવ આવી શકે છે. બેચેની અને માનસિક તણાવ રહી શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ તમારે ડિસિપ્લિન અને એકાગ્રતા પણ ધ્યાન આપવાનું રહેશે. તમે કોઈ પણ રીતે સમય વેડફશો નહિ. એકાંતમાં અભ્યાસ કરવાથી તમે સફળ થશો.
મકરઃ તમારું દાપત્યજીવન પ્રસન્ન અને સુખી રહેશે. આજે તમે તમારી મહત્વાકાંક્ષા પૂરી કરવામાં સફળ રહેશો. નાણાકીય બાબતોમાં તમે બહુ સફળ રહેશો. આજે તમને નોકરી-ધંધામાં નવું કરવાનું, પ્રગતિ કરવા અથવા નવી નોકરી મેળવવા માટે તક મળી શકે છે. આજે તમે કોઈ નવો ધંધો કરવાનું વિચારી શકો છો. ચાલુ નોકરીમાં તમે કોઈ જટિલ કામ પૂરું કરી શકશો. તમારા ઉપરી અધિકારી તમારાં કાર્યથી ખુશ થશે. પ્રમોશનને લઈ તમે તમારા સાથીઓથી આગળ નીકળી જશો. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથેનો સંબંધ ચરમસીમાએ પહોંચી જશે., ખાસ કરીને દાંપત્યજીવન સુખી અને આનંદદાયક રહેશે. તમને આજે કોઈ પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. નોકરી-ધંધોઃ આજે તમને નોકરી મળી શકે છે. તમને પૈસાનો સારો લાભ મળી શકે છે. નોકરી-ધંધામાં સારી સફળતા મળી શકે છે. તમને પ્રમોશન અથવા પગારવધારો મળી શકે છે. તમારા ઉપરી અધિકારી તમારી પ્રશંસા કરશે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે. તમારામાં આજે ઉત્સાહ, ચુસ્તી અને પ્રસન્નતા જોવા મળશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમને સારી સફળતા મળી શકે છે. આજે તમે શાંત મનથી વધુ સમય સુધી અભ્યાસ કરી શકશો અને તમને એનું ફળ પણ સારું મળશે. શિક્ષકો અને વડીલો તમારું સમર્થન કરશે. નોકરી માટેનો તમારો પ્રયાસ સફળ રહેશે.
કુંભઃ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. બે ગ્રહોના લાભભાવ હોવાથી તમને આજે કોઈ ને કોઈ રીતે લાભ થશે, પરંતુ તમારા મનમાં અસંતોષનો ભાવ રહેશે. આજે તમને ઘણી તક મળી શકે છે, સતર્ક રહેશો, એને ગુમાવશો નહિ. દિવસનો સારી રીતે ઉપયોગ કરો, સમય વ્યર્થ ન કરશો. તમારાં કાર્યોમાં પરિવર્તન થઈ શકે છે, જેનો હાલમાં કોઈ ફાયદો કે નુકસાન નહિ થાય. આજે તમને મહેનતનું ફળ તરત મળશે. ઓફિસમાં ચાલી રહેલી મગજમારીથી તમે દૂર રહેશો. પ્રેમ-સંબંધઃ આજે તમારા મનમાં જીવનસાથી અથવા પ્રેમી માટે પ્રેમભાવ ઊભરાતો રહેશે. રોમાંસનાં સ્વપ્ન તમારા મન પર હાવી જશે. તમારું દાંપત્યજીવન સુખી અને આનંદદાયક રહેશે. પ્રેમ-સંબંધમાં અડચણ આવી શકે છે. અવિવાહિતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. નોકરી-ધંધોઃ આજે તમને સારો ધનલાભ થઈ શકે છે. નોકરીમાં તમે નવી ઊર્જા અને પ્રેરણાની સાથે મહેનત કરશો. તમને સારી સફળતા મળી શકે છે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારો ઉત્સાહ અને પ્રસન્નતા જાળવી રાખશો. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે મળેલાં પરિણામોથી તમે વધુ મહેનત કરવા પ્રેરિત થશો. કોઈ સ્પર્ધા અથવા પરીક્ષામાં તમારો દેખાવ સારો રહેશે.
મીનઃ આજે ચંદ્ર-શનિની યુતિ, જેને વિષકુંભ પણ કહેવાય છે. તમારી રાશિમાં કર્મ ભાવમાં છે. તમારી નાનીઅમથી ચૂકથી કોઈ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. તમારે આખો દિવસ સાવધાની રાખવી પડશે. આ સાવધાની ફક્ત કામકાજમાં જ નહિ, બોલાચાલી અને વ્યવહારમાં પણ રાખવાની રહેશે. આજે તમે બહુ વ્યસ્ત રહેશો. આજે કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે. પ્રેમ-સંબંધઃ તમારા જીવનસાથી સાથેના સંબંધો સહજ નહિ રહે. બંનેની વ્યસ્તતા, ઇચ્છા અને પ્રાથમિકતા એકબીજાથી સ્વતંત્ર અને ભિન્ન રહેશે. તમે એકબીજા સાથે સમજ અને તાલમેલ આખશો. નોકરી-ધંધોઃ આજે તમારાં નાણાં અકારણ ખર્ચાશે. નોકરીમાં આજે તમારાં કાર્યોની ગતિ ધીમી રહેશે. કેટલીક સમસ્યાઓને કારણે તમે સુસ્ત રહેશો. તમારે સકારાત્મકતા વધારવી પડશે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે. તમને થોડી નબળાઈ રહી શકે છે. માથામાં દુખાવો, થાક અને બેચેની રહી શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે મિત્રો-સાથી અને વડીલોઓની મદદથી તમને સારી સફળતા મળી શકે છે. મિત્રોની મદદથી તમારો નોકરી માટેનો પ્રયાસ સફળ થઈ શકે છે.