Home » photogallery » dharm-bhakti » જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

विज्ञापन

 • 112

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  મેષ - આજે ચંદ્રમા તમારી રાશિથી અષ્ટમ રહેશે. પોતાની ચિંતા કરો અને ખુબ જ સાવધાની રાખો. આજનો દિવસ સુસ્તી અને નિષ્ક્રિયતાથી વિતશે. આજે તમે થોડી ઘણી મુશ્કેલીઓ અનુભવી શકો છો. કોઈ વાતથી ગેરસમજથી અથવા કોઈ મનપસંદ નવી વ્યક્તિ સાથેની મુલાકાતના કારણે તમે કલ્પનાલોકમાં પહોંચી જશો, અને જમીની યથાર્થ પરથી બધી જ રીતે કપાઈ જશો. પરિણામ સ્વરૂપ પોતાના નજીકના મિત્રો સાથે, પરિવારના લોકો સાથે અને સાથે કામ કરનારાઓ સાથે તમારા તિખા મતભેદ થઈ શકે છે, અને તેમની સાથે સંબંધ સુધારવા સરળ રહેશે નહી. તમારે વધારેમાં વધારે ધીરજ રાખવી પડશે. માનસિક વ્યાકુળતા અને બેચેની રહેશે. તમારૂ બધુ જ ધ્યાન સ્વય પર અને પોતાના હિતો પર રહેશે. પરંતુ તે માટે તમને વધારે તક મળશે નહી. તમારો ફોન સતત વાગ્યા કરશે અને ખુબ જ લાંબી વાતચીત થતી રહેશે. આજે અજાણ્યા વ્યક્તિ તમને મળવા આવતા રહેશે. તમે આનાથી ખુશ પણ થશો અને તેની સાથે તમે થોડા મૂઝવણમાં પણ રહેશો. પરંતુ તમે કોઈની પણ સાથે વાતચીત દરમિયાન જૂઠ ના બોલો, ના સ્વયની જાતને વધારી-ચઢાવીને બતાવો નહી તો તમે મુશ્કેલીમાં પડી જશો. કંઈક એવી પરિસ્થિતિઓ ઉભી થશે તે તમારા વશથી બહાર થઈ જશે. સંબંધ - આજ તમારા મનમાં ચાલી રહેલા ભ્રમ અને તણાવોની અસર તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે તમારા સંબંધ પર પડશે. તમે તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખો. શાંતિ અને ધીરજ રાખો. પ્રોફેશન - આજે તમને તમારી પૈસાની સ્થિતિ તમને હેરાન કરનાર રહેશે. ધાર્યા કરતાં વધારે અને આવક કરતાં વધારે ખર્ચ થશે. ઉધાર લેવાથી બચવાની કોશિષ કરો. નોકરીમાં ઓફિસનો માહોલ તમારા માટે નિરાશાજનક રહેશે. કોઈને કોઈ મુશ્કેલી બની શકે છે. સ્વાસ્થ્ય - આજે તમારૂ સ્વાસ્થ્ય કમજોર રહેશે. કોઈ એલર્જી અથવા માથાનો દુખાવો થઈ શકે છે. નાની-એવી ઈજા પણ થઈ શકે છે. આજે થકાવટ અને આળસ રહેશે. કરિયર- આજે વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. તમે માત્ર પોતાની મહેનત પર ધ્યાન આપો. તમારી આજની મહેનત કારગર સાબિત થશે.

  MORE
  GALLERIES

 • 212

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  વૃષભ- આજે ચંદ્રમા તમારી રાશિથી સાતમા ભાવમાં રહેશે. આજે તમે તમારા જીવનસાથી, સ્વયથી, પોતાના બિઝનેસ પાર્ટનર પાસે આકાશના તારા તોડીને લાવવાની અપેક્ષાઓ રાખશો. જ્યારે તમારી અપેક્ષાઓ પૂરી થશે નહી ત્યારે તમે મુઝવણ અનુભવવા લાગશો. દિવસ તમારા માટે ખુબ જ સારો છે, તમે તીખી ભાવનાઓ અને આક્રમક ચિંતનમાં પડીને આને ખરાબ ના કરો. આજે તમે ખુબ જ પ્રગતિ કરશો. કેટલીક સફળતાઓ તો આજે તમને અનાયાસ અથવા થોડા એવા પ્રયત્નોથી મળી જશે. સામાન્ય રીતે આજે તમે ખુબ જ સકારાત્મક પણ રહેશો અને તમારી આશાઓ પણ ખુબ જ બળવાન રહેશે, પરંતુ કોઈપણ કામમાં વધુ પડતી ઉતાવળ કરવાથી તમારે બચવું પડશે. જે તમારા ભાગ્યમાં છે તે તમને મળશે પરંતુ જરૂરતથી વધારેની અપેક્ષા રાખવી, લોભ રાખવો અને ગુસ્સાથી બચવું પડશે. આજે તમારે તમારી વાણી પર પણ નિયંત્રણ રાખવો પડશે. ભાવનાઓ પર નિયંત્રણ રાખો. સંબંધ - આજે તમારા મનમાં દિવસભર પોતાના પ્રેમી અથવા જીવનસાથી સાથે રોમાંસ કરવાના સ્વપ્ના આવતા રહેશે અને તમારા આ સ્વપ્નામાં આક્રમકતા પણ રહેશે. તમે તમારા પ્રેમી અથવા જીવનસાથી માટે ખુબ જ પજેસિવ પણ રહેશો. લગ્ન પ્રસ્તાવ પ્રાપ્ત થઈ શકે છે. પ્રોફેશન - આજે તમને નોકરી માટે નવા પ્રસ્તાવ મળી શકે છે. આજે તમારી પૈસાની સ્થિતિ સારી રહેશે. અચાનક લાભ થશે. નોકરીમાં આજે તમને ખુબ જ સરળતાથી મોટી સફળતા મળશે. સ્વાસ્થ્ય - આજે તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. તમારામાં દિવસભર ઉત્સાહમાં રહેશો. કરિયર - આજે વિદ્યાર્થીઓને કોઈ કઠિન અધ્યાય અથવા વિષય પૂરો કરવામાં સફળતા મળશે. મહેનત વધારે કરવી પડશે. પ્લેસમેન્ટ પ્રયાસ સફળ થશે.

  MORE
  GALLERIES

 • 312

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  મિથુન - આજે ચંદ્રમાં તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં રહેશે. મંગળ અને કેતુ તમારી રાશિમાં આઠમાં ભાવમાં છે. આજનો દિવસ તમારા માટે સામાન્ય પ્રભાવવાળો છે. કાર્યક્ષેત્રમાં તમને તમારા પ્રયત્નો દ્વારા સારી એવી સફળતા મળશે. એટલું જ નહી, આગળ વધવાનો રસ્તો પણ સ્પષ્ટ થશે. પરંતુ આજે તમારા સંબંધોનો વિસ્તાર મુશ્કેલીભર્યો રહેશે. જો તમે કોઈ નશો કરો છો તો તે તમારા જીવનસાથીને પસંદ આવશે નહી, જેથી તમારૂ જીવનસાથી તમારાથી ખુબ જ નારાજ થઈ શકે છે. તે ઉપરાંત તમારા નશાના કારણે તમારો જીવનસાથી તમારા સંબંધોને લઈને મોટો નિર્ણય પણ લઈ શકે છે. કોઈ નજીકના મિત્ર સાથે પણ સંબંધ બગડી શકે છે અને હંમેશા માટે તમારા સંબંધ સમાપ્ત થઈ શકે છે. આજે તમારો બધો જ ધ્યાન સંબંધોના મામલાઓ પર જ રહેશે. જો તમારા પરિવારમાં કોઈ સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ છે તો તમારા વધારે સાવધાન રહેવું પડશે. સંબંધ - આજે તમે પોતાના પ્રેમી અથવા જીવનસાથી પ્રતિ પ્રેમ ભાવ રાખશો, તો તમારા સંબંધ સારા રહેશે. પરંતુ એક બીજામાં દોષ શોધવા અને તેના પર જોર આપવાથી આજે તમારા પ્રેમ અથવા દામ્પત્ય સંબંધ પર નકારાત્મક અસર પડી શકે છે. પોતાની ભાવનાઓ અને વ્યવહાર પર નિયંત્રણ રાખો. પ્રોફેશન- આજે તમને ધન લાભ થશે. સ્થાયી સંપત્તિ ખરીદી શકો છો. નોકરીમાં આજે તમને વધારાનું કામ સૌંપવામાં આવી શકે છે. સ્વાસ્થ્ય - આજે તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. જો કે, તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું પડશે. નબળાઈ અનુભવાશે. થકાવટ અને બેચેની રહેશે. કરિયર - આજે વિદ્યાર્થીઓને પોતાના મિત્રોના સહયોગથી સફળતા મળશે, પરંતુ તમારે તેમના પ્રતિ વિનમ્ર રહેવું પડશે. મહેનત અચાનક વધી જશે. પ્લેસમેન્ટ પ્રયાસ સફળ થશે.

  MORE
  GALLERIES

 • 412

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  કર્ક - આજે પંચમ ભાવનો ચંદ્રમાં તમારા ચિંતનને, તમારી સોચ અને સમજને એક પગલું આગળ લઈ જશે. જીવનના જે પણ ક્ષેત્રમાં તમારી કોઈની સાથે પણ સ્પર્ધાની સ્થિતિ છે, તો આજે સ્પષ્ટ વિજેતાના રૂપમાં તમે આગળ આવશો. પછી આ સ્પર્ધા શિક્ષાને લઈને હોય, પ્રેમ સંબંધને હોય અથવા વ્યાપારીક સૌદાને લઈને હોય. તમારે માત્ર તમારી ભાવનાઓ પર કડકાઈપૂર્વક નિયંત્રણ રાખવું પડશે. ભાવનાઓના અતિરેકમાં આવીને તમે જીતેલી બાજી પણ હારી શકો છો. આજે જો તમારા સામે કોઈ પ્રેમ ત્રિકોણની સ્થિતિ છે, તો આજે તમે ઉડી મુશ્કેલીમાં પડી શકો છો. આજે તમારા સામે કામ વધારે રહેશે. સંબંધ - એકબીજાની વાત ઠીક રીતે ના સમજી શકવાના કારણે આજે તમારી તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે કોઈ ગેરસમજ થઈ શકે છે, જે ખુબ જ ઝડપી મોટા ઝગડાનો રૂપ લઈ શકે છે. તમે તમારી વાણી પર નિયંત્રણ રાખો. સાથે ક્યાંક ફરવા જતા રહો, તો તમારા સંબંધ સામાન્ય થઈ જશે. પ્રોફેશન - આજે તમને અચાનક ધન લાભ થઈ શકે, પરંતુ પૈસોની સ્થિતિ સામાન્ય રહેશે. નોકરીમાં આજે તમારૂ કામમાં મન ઓછું લાગશે. જ્યારે તમારા સામે કામ વધારે રહેશે. સાથીઓ સાથે અનબન થઈ શકે છે. તેમને લાગશે તમે તેમનું નુકશાન કરાવી રહ્યાં છો. સ્વાસ્થ્ય - આજે તમારૂ સ્વાસ્થ્ય થોડી કમજોર રહેશે. પેટ ખરાબ થઈ શકે છે. આંખોમાં પરેશાની થઈ શકે છે. માનસિક તણાવ રહેશે. કરિયર - વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખુજ જ સારો રહેશે. આત્માનુશાસન બનાવી રાખો.

  MORE
  GALLERIES

 • 512

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  સિંહ - ચંદ્રમાનું ચોથા ભાવમાં હોવું એટલી મોટી સમસ્યા નથી જેટલી મોટી સમસ્યા આજે તમારૂ ભાવનાત્મક અસંતુલન છે. આજે તમારા સૌથી મોટા દુશ્મન પોતે તમે જ રહેશો. જે પણ કાર્ય કરો સમજી-વિચારી અને સમજદારીથી કરો. આજે તમે દિવસમાં ઘણી વખત બેચેની અનુભવશો. આજે તમે વધારેમાં વધારે ધીરજ રાખો. તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, પરંતુ નકારાત્મક વાતોથી પોતાના મનને સાફ રાખો. પ્રેમી અથવા જીવનસાથી આજે તમારાથી નારાજ રહી શકે છે. તમે તે વિચાર કરો કે આજે તમે તમારી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો. કેટલીક વિપરીત પરિસ્થિતિઓ બની શકે છે, પરંતુ તેમા પણ તમારા માટે કોઈ ચિંતાની વાત નથી. આજે તમે તમારા મિત્રોની મદદથી કોઈ નવું કામ શરૂ કરી શકો છો, યાત્રા થઈ શકે છે. સંબંધ - આજે પોતાના પ્રેમી અથવા જીવનસાથી સાથે તમારા ખુબ જ તીખા મતભેદ રહેશે. કોઈ શક નથી કે મામલો ગૂંચવાયેલો છે પરંતુ જો તમે પ્રયત્ન કરશો તો સંબંધ સુધારી પણ શકાશે. પ્રોફેશન - આજે તમારે વધારે ખર્ચ થશે. બેદરકારી અને માનસિક તણાવના કારણે પૈસા ખોઈ પણ શકો છો. નોકરીમાં આજે તમારે સાવધાનીથી કામ કરવું પડશે. સ્વાસ્થ્ય - આજ તમારૂ સ્વાસ્થ્ય ઠિક-ઠાક રહેશે. બ્લડ પ્રેશર, શ્વાસ સંબંધી સમસ્યા અને શરીર દર્દ થઈ શકે છે. કરિયર - આજે વિદ્યાર્થીઓનો અભ્યાસમાં ઓછું મન લાગશે.

  MORE
  GALLERIES

 • 612

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  કન્યા- આજે ચંદ્રમાં તમારી રાશિથી પરાક્રમ ભાવમાં રહેશે.આજનો દિવસ તમારા માટે ખુબ જ સારો રહેશે. તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે. તમારા બધા જ કામ આજે ખુબ જ સરળતાથી થઈ જશે. દિવસભર તમારામાં ખુબ જ ઉર્જા રહેશે. આજે તમને તમારી ગતિવિધિઓમાં ભાગ્યનો પૂરેપૂરો સાથે મળશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય અથવા ખુબ બધા મહેમાનોનું આગમન થશે, જે તમને ખુબ જ પ્રસન્નતા આપશે. સંતાનોના કાર્યોામં સંતાનના ભવિષ્યથી જોડાયેલ મામલાઓમાં આજે તમે ખુબ જ રૂચિ લેશો. જો તમારૂ સંતાન લગ્ન યોગ્ય છે તો આજે તમે તેમના લગ્ન પણ નક્કી કરી શકો છો, પરંતુ કોઈપણ નિર્ણય ખુબ જ સમજીવિચારીને જ કરો. આજે તમારા અટકેલા કામ પૂરા થઈ જશ. મિત્રાઓ અને ભાઈઓથી, પડોશીઓથી તમને પરેશાની થઈ શકે છે. જો કે, પ્રત્યક્ષ રીતે તેઓ તમે મદદગાર બની રહેશે. આજે તમારી વાણી ખુબ જ પ્રભાવશાળી રહેશે, જો તમે આજે કોઈ ઈન્ટરવ્યુ આપી રહ્યાં છો તો તેમા તમને સફળતા મળશે. સંબંધ - આજે તમે તમારા પ્રેમી અથવા જીવનસાથીને માત્ર થોડો સમય આપશો, તો તમારા સંબંધોમાં એક નવી ઉર્જા આવી જશે. આજે તમારા પ્રેમ અથવા દામ્પત્ય સંબંધ ખુબ જ સારા રહેશે. પ્રોફેશન - આજે તમને સારો એવો ધન લાભ થશે. પરંતુ હાથ આવેલ પૈસા વ્યર્થ રીતે વાપરશો નહી. નોકરીમાં આજે તમને સારી એવી સફળતા મળશે. અધિકારી તમારી પ્રશંસા કરશે. સ્વાસ્થ્ય - આજે તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. તમારામાં ઉત્સાહ બનેલો રહેશે. કરિયર- આજે વિદ્યાર્થીઓને ખુબ જ સારી સફળતા મળશે. તમને કોઈ પુરસ્કાર પણ મળી શકે છે.

  MORE
  GALLERIES

 • 712

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  વૃશ્ચિકઃ આજે ચંદ્રમા તમારી રાશિમાં રહેશે. તમારા રાશિસ્વામી પરાક્રમ ભાવમાં બહુ સારી સ્થિતિમાં છે. આજે તમારે પોતાને પણ સશક્ત અને સાહસી બનાવવા પડશે. આજે તમે હાથમાં જે પણ કાર્ય લેશો એના પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરો. માનસિક અને ભાવનાત્મક વિચારોથી બચશો તો તમને તમારા પ્રયાસોમાં સફળતા મળશે. આજે તમારે તમારા સંવાદક્ષેત્રમાં સમસ્યાનો સામનો કરવો પડશે. તમારે બોલવા પર નિયંત્રણ રાખવું પડશે. તમારા મોઢામાંથી કડવી વાત નીકળી શકે છે. તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. પરિવારની સ્થિતિને લઈને તમને થોડો તણાવ રહી શકે છે. પ્રેમ-સંબંધઃ આજે તમે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથેના વ્યવહારમાં સંયમ જાળવો. તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો. મનમાં ચાલી રહેલાં તણાવ, નકારાત્મકતા અને ક્રોધની અસર તમારા સંબધ પર પડી શકે છે. તમારે વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનું રહેશે. નોકરી-ધંધોઃ આજે તમારી નાણાકીય સ્થિતિ પરેશાનવાળી રહેશે. ખર્ચ પર વધુ નિયંત્રણ રાખવું પડશે. તમારાં નાણાં ક્યાંક ખોવાઈ પણ શકે છે. નોકરીમાં આજનો માહોલ નિરાશાજનક રહેશે, કોઈની સાથે વિવાદ થઈ શકે છે. આરોગ્યઃ આજે તમારે સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું પડશે. તમને કોઈ એલર્જી થઈ શકે છે. માથામાં દુખાવો થઈ શકે છે. હવામાનની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. તમને ગળાની સમસ્યા થઈ શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમારે કોઈ સ્પર્ધામાં નિરાશાનો સામનો કરવો પડશે. આવી સ્થિતિને ભૂલી તમે ભવિષ્યની ચિંતા કરો.

  MORE
  GALLERIES

 • 812

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  તુલાઃ આજે ચંદ્રમા તમારી રાશિથી વાણી અને ધન ભાવમાં રહેશે. જો તમે ઘર બહાર હશો તો આજે તમને તમારા ઘરની યાદ આવશે. જો તમે ઘરની અંદર હશો તો તમારો મોટા ભાગનો સમય પરિવાર સાથે, ઊંઘવામાં અને પરિવાર સાથે અણબનાવમાં વીતી શકે છે. મનમાં અકારણ તણાવ આવી શકે છે. આજે તમારે વાણી પર જ નહિ, તમારા વિચારો પર પણ નિયંત્રણ રાખવું પડશે. તમે આજે મોટી મોટી વાતો કરશો. તમે મોટા મોટા વાયદાઓ પણ કરશો, જે પૂરા કરવા તમારા માટે શક્ય નથી. આજે તમને નોકરીનો કોઈ પ્રસ્તાવ મળી શકે છે, એની પર કોઈ મોટો નિર્ણય લેતાં પહેલાં તમારે બરોબર વિચારવું પડશે. ભાવુક થવાને બદલે વ્યાવહારિક બનો. આજે તમારે કોઈ પ્રવાસ કરવાનો આવી શકે છે. પ્રેમ-સંબંધઃ આજે તમે જીવનસાથી સાથે આક્રમકતાથી વર્તશો. તમારે તમારી વાણી અને વ્યવહાર પર વધુ નિયંત્રણ રાખવું પડશે. નોકરી-ધંધોઃ આજે તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે, નહિતર પૈસાની સ્થિતિને કારણે તમે પરેશાન થઈ શકો છો. નોકરી તમારે સાવધાની રાખવી પડશે, કોઈ ભૂલ થઈ શકે છે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જૂની શારીરિક પરેશાનીને કારણે શરીરમાં દર્દ અને નબળાઈ આવી શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમને સારી સફળતા મળી શકે છે. આયોજન કરી શરૂ કરેલા અભ્યાસથી તમને સારું પરિણામ મળશે. આજે તમારો કોઈ ઇન્ટર્વ્યુ થઈ શકે છે.

  MORE
  GALLERIES

 • 912

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  ધનઃ આજે ચંદ્રમા તમારી રાશિથી બારમા ભાવમાં રહેશે. આજની તમારી મહત્વાકાંક્ષા વધુ પ્રબળ રહેશે. તમારા મનમાં લાભ અને પૈસાની બાબતે કોઈ ભાવ હાવી થશે, એટલે મનમાં સ્વાર્થનો ભાવ રહેશે. આજની તમારી સફળતા આ સ્વાર્થના ભાવ પર નિયંત્રણ કેટલું રહેશે એના પર નિર્ભર રહેશે. અગર તમે અવિવાહિત છો તો તમારા ઘરે લગ્નની વાત નક્કી થઈ શકે છે. તમે આજે પરિવારનાં કાર્યોમાં હસ્તક્ષેપ કરશો નહિ. આજે તમે જેટલા શાંત રહેશો એટલાં કામ સરળતાથી પૂરાં થઈ જશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં એકબીજા સાથે તાલ મિલાવી કાર્ય કરશો તો પ્રગતિ કરશો. પ્રેમ-સંબંધઃ આજે તમે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે અકારણ મગજમારી કરશો. અગર જો તમે તમારા સાથી સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરશો તો સંબંધમાં મધુરતા આવશે. તમારે વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનું રહેશે. નોકરી-ધંધોઃ આજે તમારી નાણાકીય સ્થિતિ ઠીક રહેશે. એક બાજુ પૈસા આવશે અને બીજી બાજુ એ ખર્ચાઈ જશે. નોકરીમાં તમારા વ્યવહારને કારણે હાથ આવેલી તક ગુમાવી શકો છો. આરોગ્યઃ આજે તમારું આરોગ્ય ઠીક રહેશે. તમારે ભાવનાત્મક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. તમને આજે થાક અને બેચેની વધી લાગશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમારે તમારી એકાગ્રતા પર વધુ ધ્યાન આપવાનું રહેશે. તમે સાવધાન રહી તમારી તૈયારી પૂરી કરો. તમને આજે કોઈ સારી તક મળી શકે છે.

  MORE
  GALLERIES

 • 1012

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  મકર - આજે ચંદ્રમા તમારી રાશિમાં લાભના ભાવે રહેશે અને મંગળ તથા કેતુ તમારી રાશિમાં પહેલાથી જ છે. આજેનો દિવસ આનંદથી ભરેલો, શાંત અને સહજ જશે. આજે તમે સમયનો આનંદ લો. તમામ ચિંતાઓથી પોતાને દૂર રાખો. કોઇ મોટી ઘટના થવાની સંભાવના ઓછી છે. આજે તમારી કોઇ જ્ઞાની વ્યક્તિ સાથે લાંબી વાતચીત થઇ શકે છે. જે તમને ચિંતનની નવી દિશા અને જ્ઞાનનો નવા આયામ આપશે. જો તમે નોકરી શોધી રહ્યા હોવ તો આજે તમને તેવા વ્યક્તિ સાથે મુલાકાત થશે. પણ નોકરી માંગવા કરતા ખાલી તમારી પરિસ્થિતિનો આભાસ તેમને કરાવજો. અને પછી નિર્ણય તેમની પર છોડી દેજો. આજે તમે જેટલું પોતાની જાતને મહાન સાબિત કરવાનો પ્રયાસ કરશો તેટલું જ નુક્શાન ભોગવશો. તો બને ત્યાં સુધી વિનમ્ર રહો. પૈસાના મામલે આજે તમે સફળ રહેશો. તમને ક્યાંકથી મોટો લાભ થશે. તમે વધુ લાભ અર્જિત કરવાના માટે કારગર યોજના બનાવશો. સંબંધ - આજે તમે તમારા જીવનસાથી સાથે દિવસભર પારિવારિક મુદ્દાઓ મામલે વ્યસ્ત રહેશો. પણ તમારા વ્યવહાર કારણે તમારો જીવનસાથી તમારાથી અભિભૂત થશે. દામ્પત્ય જીવન ખૂબ જ સુખી અને પ્રસન્નતાપૂર્ણ રહેશે. પ્રોફેશન- આજે તમને સારો ઘન લાભ થશે. નોકરીમાં સારી સફળતા મળશે. નોકરી નવી તક પણ ઊભી થશે અને તમે પોતે પણ કેટલીક નવી તકો ઊભી કરી શકો છો. સ્વાસ્થય- આજે તમારું સ્વાસ્થય સારું રહેશે. દિવસ આનંદથી વિતશે. વધુ ચિંતાથી દૂર રહેવું. આજે વિદ્યાર્થીઓ ભણવામાં સફળતા મળશે. કોઇ પ્રતિયોગિતા કે પરીક્ષામાં ભાગ લેશો તો પણ સફળતા તમને જ મળશે. શિક્ષકો પણ તમારા વખાણ કરશે. પ્લેસમેન્ટનો પ્રયાસ પણ સફળ રહેશે.

  MORE
  GALLERIES

 • 1112

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  કુંભ- આજે ચંદ્રમાં તમારી રાશિમાં કર્મના ભાવે છે. આજે તમારો દિવસ સારો જશે. આજે તમે સહજ રહેશો. સફળતા તમારી સુધી ચાલીને આવશે. તમારી મહત્વકાંક્ષા પૂરી થશે. પણ ષડયંત્ર કે કોઇ પ્રકારની ચાલ ચલવાથી પોતાની જાતને દૂર રાખો. આજે તમે ભૂલથી જ કોઇ તેવું કામ કરી શકો છો. જેને લઇને પાછળથી તમને ભારે અફસોસ થાય. સ્વ શિસ્ત રાખજો. પોતાનું મન શાંત અને સ્થિર રાખજો. જો કોઇનાથી તમારે માફી માંગવી પડે તો નિસંકોચ માફી માંગી લેજો. નહીં તો પછી માનસિક તણાવમાં રહેશો અને તમારું મન કોઇ પણ કામમાં નહીં લાગે. આજે તમારે વધારે કામ રહેશે. અકારણ ટિકા ટિપ્પણી કરવાનું ટાળજો. ઓફિસમાં કોઇ પ્રેમ પ્રસ્તાવ આજે મળે તો તેને વિનમ્રતાપૂર્વક નકારી દેજો. આ પ્રસ્તાવ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

  MORE
  GALLERIES

 • 1212

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, રવિવારનું રાશિફળ

  આજે ચંદ્રમા તમારી રાશિથી પાંચમા ભાવમાં રહેશે અને તમારા રાશિસ્વામીની એની પર વક્ર દષ્ટિ રહેશે. આજે તમારી સામે કેટલાક પડકારોવાળી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેને તમારે પૂરા દ્યૈર્ય અને શાંતિથી સામનો કરવાનો રહેશે. તમે વધુ ઉત્સાહિત પણ ન બનો. આવી પરિસ્થિતિ તમારા વિચારોને કારણે જ ઊભી થઈ શકે છે. પરિવાર, મિત્રો સાથે તમારો સમય આનંદથી વીતશે. તમે કોઈ મહત્ત્વાકાંક્ષામાં ગૂંચવાશો, વધુ મહેનત કરવા છતાં તમને ધાર્યું પરિણામ નહિ મળે. આજનો દિવસ મનોરંજન અને આનંદથી પસાર થશે. આજે તમારા મનમાં લોભ-સ્વાર્થની ભાવના આવી શકે છે. તમને પૈસામાં નુકસાન થઈ શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. પ્રેમ-સંબંધઃ તમારા મનમાં ચાલી રહેલા તણાવની અસર તમારા જીવનસાથી અથવા પ્રેમી પર પડશે. તમે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખશો તો તમારી વચ્ચેના સંબંધો વધુ સુધરશે. નોકરી-ધંધોઃ આજે અચાનક વધુ ખર્ચ થઈ જવાને કારણે તમારી નાણાકીય સ્થિતિને અસર કરશે. તમારી ઓફિસનો માહોલ પણ નિરાશાજનક રહેશે. તમારા સાથીઓ તમને આજે કોઈ પણ જાતની મદદ નહિ કરે. આરોગ્યઃ તમારું સ્વાસ્થ્ય આજે સારું નહિ રહે. થોડો તાવ અથવા શરીરમાં દુખાવો થઈ શકે છે. તમારું પેટ ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ તમારું આજે ભણવામાં મન વધુ લાગશે, પરંતુ ઘડી ઘડી મન ભંગ થવાથી તમે પરેશાન થશો. એકાન્તમાં અભ્યાસ કરો અને તમારી એકાગ્રતા વધારો. કોઈ સ્પર્ધા અથવા પરીક્ષામાં તમને સારી સફળતા મળી શકે છે.

  MORE
  GALLERIES