Home » photogallery » dharm-bhakti » જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

 • 112

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  મેષઃ આજે સવારે જ સૂર્યનું રાશિ પરિવર્તન તમારી રાશિથી પંચમ ભાવમાં થઈ જશે. ચંદ્રમા તમારી રાશિથી સાતમા ભાવમાં રહેશે. મનમાં કંઈક ભ્રમ થશે અને ભ્રમને કારણે તમને બેચેની રહ્યા કરશે. જોકે આજે તમને સારો વિચાર અને યોજનાઓ પણ સૂઝશે. આજથી લઈને એક મહિના સુધી તમારે સંતાનો અને તેમનાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે. આજનો દિવસ તમારા માટે સારો છે. આજે તમને તમારા પ્રયાસોમાં સફળતા મળશે. ખાસ કરીને પૈસાની બાબતમાં સફળતા મળશે. પૈસા સાથે સંકળાયેલી સ્થિતિઓમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમારો પગારવધારો અથવા પ્રમોશન થઈ શકે છે. આજે તમે બીજાની બાબતમાં હસ્તક્ષેપ ન કરવા માટે સાવધાન કરવામાં આવે છે. પ્રેમ-સંબંધઃ આજે તમારા પરિવાર પ્રત્યે તમારા જીવનસાથીનો પ્રેમ અને સમર્પણભાવ જોઈને તમે બહુ ખુશ થઈ જશો. તમારે પણ જીવનસાથીની ભાવનાઓની કદરનું ધ્યાન રાખવું પડશે. આજે તમારું દાંપત્યજીવન સારું રહેશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. નોકરી-ધંધોઃ આજે તમને કોઈ ધન લાભ થઈ શકે છે. નોકરીમાં તમને સારી સફળતા મળી શકે છે. તમારી ઓફિસનો માહોલ સકારાત્મક રહેશે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય દિવસભર આનંદ અને ઉત્સાહમાં રહેશે. સાંજે તમે થાકી જશો. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમારું ભણવામાં મન સારું રહેશે. સાથી સાથે તમારો તાલમેલ સારો રહેશે, જે તમને મદદગાર થશે.

  MORE
  GALLERIES

 • 212

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  વૃષભઃ આજે સૂર્ય તમારી રાશિથી ચોથા ભાવમાં આવશે. ચંદ્રમા તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં રહેશે. આજે તમારે અચાનક કોઈ પ્રવાસ કરવાનો આવશે. જમીન-જાયદાદ, વાહન વગેરે સાથે સંકળાયેલી કોઈ પરેશાની તમારી સમક્ષ આવી શકે છે. માતાના સ્વાસ્થ્ય પ્રત્યે તમે થોડા પરેશાન થઈ શકો છો. આજે તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, જે તમારા હિતમાં રહેશે, પરંતુ ચોથે સૂર્ય અને છઠ્ઠે ચંદ્રમાની સ્થિતિ આજે તમારા કોઈ પ્રિયજનથી થોડો સમય દૂર રહેશો. તમે ભાવુક થશો તો તમારો પ્રવાસ નિષ્ફળ જઈ શકે છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં તમને સારી સફળતા મળી શકે છે. તમે સામાજિક ક્ષેત્ર વધુ વ્યસ્ત રહેશો. પ્રેમ-સંબંધઃ આજે તમારા મન પર રોમાંસનો ભાવ હાવી થઈ શકે છે. તમારા જીવનસાથી અથવા પ્રેમી પ્રત્યે તમારો વ્યવહાર ઉદ્દીપક રહેશે. તમે આજે બહુ હશી-મજાકના મૂડમાં રહેશો. આજે તમારું દાંપત્યજીવન પ્રસન્ન અને સુખી રહેશે. નોકરી-ધંધોઃ આજે તમારો દિવસ પૈસાને લઈ સારો રહેશે. ધનલાભ તમને પ્રસન્ન કરી દેશે. નોકરીમાં આજે તમને પ્રસન્નતા મળશે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે. તમારા આજે ઉત્સાહ અને ઊર્જા રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ તમારી અતીતની મહેનતને કારણે તમને આજે સારું પરિણામ મળશે. આજે તમારે વધુ મહેનત કરવી પડશે. તમારા સાથીઓની તમને મદદ મળશે. નોકરી માટેનો તમારો પ્રયાસ સફળ થશે.

  MORE
  GALLERIES

 • 312

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  મિથુનઃ આજે તમારી રાશિથી પરાક્રમ ભાવમાં સૂર્યનો ગોચર તમારી મુલાકાત એવા લોકો સાથે કરાવશે, જેને સુધી પહોંચવું બીજા લોકો માટે સરળ નહિ હોય. તમારી રાશિથી પાંચમા ભાવમાં ચંદ્રમા હોવા છતાં આજે તમને કેટલાય પ્રકારના તણાવ અને દબાણોથી મુક્તિ મળશે છતાં કેટલાક તણાવ તમને અસર કરશે. તમે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાની નજીકમાં હશો. આમાં સફળ થવા તમારે કોઈ જાણકાર અને અનુભવીની મદદ લેવી પડશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, પણ એના અહંકારને તમારા પર હાવી ન થવા દેતા. તમે ભવિષ્યના તમારાં લક્ષ્યોને અનુરૂપ યોજના બનાવી કામ શરૂ કરી દો, તમને એમાં સફળતા મળી શકે છે. તમારે વાણી અને આક્રમકતા પર નિયંત્રણ રાખવું પડશે. આજે તમારે વાહનથી સંભાળવું પડશે. વાહન ચલાવતી વખતે કોઈની સાથે ફોન પર વાત ન કરશો. પ્રેમ-સંબંધઃ આજે તમારા મનમાં ચાલી રહેલા તણાવને કારણે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથેના સંબંધમાં ઉદાસીનતા જોવા મળશે. તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે. છતાં તમારું દાંપત્યજીવન પ્રસન્ન રહેશે. નોકરી-ધંધોઃ આજે તમારી નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે. તમારી આવક સારી રહેશે, પરંતુ ખર્ચા વધી જશે. નોકરીમાં તમારાં કાર્યો અધૂરાં રહી શકે છે. તમે કોઈ વરિષ્ઠોની મદદ માગશો તો એમાં સફળતા મળશે. આરોગ્યઃ તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે. તમારે પિતા અથવા પરિવારની બીજી કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. તમને પેટની કોઈ સમસ્યા થઈ શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ તમારે આજે તણાવ અને નિરાશાનો સામનો કરવો પડશે. તમારી પર શિક્ષક નારાજ થઈ શકે છે. તમે આજે કોઈ કઠિન વિષમમાં ગૂંચવાઈ જશો.

  MORE
  GALLERIES

 • 412

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  કર્કઃ આજે સવારે સૂર્ય તમારી રાશિથી બીજા ભાવમાં આવશે. ચંદ્રમા તમારી રાશિથી ચોથા ભાવમાં છે. આજે તમારે સ્વયંને પ્રસન્ન રાખવાની કોશિશ કરવાની રહેશે અને પરિવારમાં શાંતિ રહે એ માટે જાગ્રત રહેવું પડશે. એવા લોકોથી દૂર રહો, જેમની છબિ સારી ન હોય. તમારો સ્વભાવ સકારાત્મક રાખો. કોઈની સાથે વાદ-વિવાદમાં ન પડો. અગર પરિવારમાં કોઈ વાતે અણબનાવ હોય તો એનો શાંત મગજથી નિવેડો લાવો. નોકરીનો કોઈ મહત્ત્વપૂર્ણ ઇન્ટર્વ્યુ હોય તો તમારે એના સવાલ-જવાબોની તૈયારી કરી લેવી. પ્રેમ-સંબંધઃ આજે તમારે જીવનસાથી સાથેની વાતચીતમાં તમારી લાગણીઓ અને વાણી-વ્યવહાર પર નિયંત્રણ રાખવું પડશે. કોઈ પણ બાબતે નારાજ થઈ જશો તો તમને કોઈ લાભ નહિ થાય. તમારો પહેલેથી જ ખરાબ ચાલી રહેલા પ્રેમસંબંધનો આજે અંત આવી શકે છે. નોકરી-ધંધોઃ આજે તમારે પૈસાની સુરક્ષાને લઈ સાવધાન રહેશો. આજે તમને લાભ ઓછો થશે, પણ નુકસાન, ખર્ચ વધુ થઈ શકે છે. નોકરીમાં આજે તમને સફળતા મળશે, પણ પોતાના સન્માન પ્રતિ સાવધાન રહેશો. તમારે વાણી પર નિયંત્રણ રાખવું. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું નહિ રહે., આંખો, પગમાં અને પીઠમાં દર્દ થઈ શકે છે. પરિવારમાં કોઈ સભ્ય અથવા ​ જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા તમને રહેશે. તમને આજે થાક અને આળસ રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમારે અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. તમને તમારી મહેનતનું ફળ પણ મળશે. તમારું મન ભણવામાં લાગેલું રહેશે

  MORE
  GALLERIES

 • 512

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  સિંહઃ તમારા રાશિસ્વામી સૂર્ય આજે તમારી જ રાશિમાં આવશે. ચંદ્રમા આજે તમારી રાશિથી પરાક્રમ ભાવમાં રહેશે. તમને થોડો માનસિક તણાવ અને દબાણ રહેશે, પરંતુ તમે તમારી પ્રગતિથી સંતુષ્ટ અને પ્રસન્ન રહેશો. તમારે અચાનક કોઈ પ્રવાસ કરવાનો આવી શકે છે. આજે તમે તમારી સ્વાસ્થ્યની ચિંતામાં રહેશો. બ્લડપ્રેશર અથવા આંખો સંબંધી કોઈ સમસ્યા થઈ શકે છે. તમારી માનસિક શાંતિ ભંગ કરવા માટે કેટલીક ઘટના ઘટી શકે છે અને તમે આનાથી બેચેની અનુભવશો. કોઈની સાથે વાદ-વિવાદમાં ન પડો, એનાથી તમને પરેશાની થઈ શકે છે. તમારે દરેક સ્થિતિમાં દ્યૈર્ય રાખવાનું રહેશે. જોકે તમને આજે તમારા મિત્રો અથવા ભાઈઓનો સહયોગ મળશે. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી તમને સમર્પિત રહેશે. જીવનસાથી તરફથી ભાવનાત્મક મદદ મળશે. તમારું દાંપત્યજીવન પ્રસન્ન અને સુખી રહેશે. જીવનસાથીની પ્રગતિ થશે. પ્રેમ-સંબંધમાં સુધારો થશે. નોકરી-ધંધોઃ અટકેલાં નાણાં મળી જતાં તમારી નાણાકીય સ્થિતિ સુધરી જશે. કામકાજ અથવા વેપારસંબંધમાં કોઈ પ્રવાસ કરવો પડશે. નોકરીમાં તમને આજે સામાન્ય સફળતા મળશે. આરોગ્યઃ બ્લડ-પ્રેશર, આંખો અને દાંતોની કોઈ પરેશાની, માનસિક બેચેની વગેરેનો સામનો કરવાનો આવશે. તમને માથામાં દુખાવો થઈ શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ કોઈ સ્પર્ધા અથવા પરીક્ષામાં તમને સફળતા મળી શકે છે. સંસ્થા, હોસ્ટેલ અથવા ક્લાસરૂમમાં પરિવર્તન થઈ શકે છે. એકાગ્રતા અને ડિસિપ્લિન જાળવી રાખજો.

  MORE
  GALLERIES

 • 612

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  કન્યાઃ તમારી રાશિના બીજા ભાવમાં ચંદ્રમા અને બારમા ભાવમાં સૂર્ય કોઈ બહુ સકારાત્મક અથવા ઉત્સાહજનક સ્થિતિ નહિ બનાવે. આજે તમારે સાવધાન પણ રહેવું પડશે. તમારે મહેનત અને ખર્ચ વધારે કરવો પડશે. એના પછી મળનારાં પરિણામોને તમારે સહજ રીતે સ્વીકારવાં પડશે. તમારે સ્વયંને સકારાત્મક રાખવા પડશે. નકારાત્મક વિચારો અથવા નિરાશા તમને સફળતા અને સહજથી દૂર લઈ જશે. તમારામાં આત્મવિશ્વાસ અને આશાઓને વધારવાં પડશે. આનાથી તમારો દિવસ સારો જશે. મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથેના સંપર્કથી તમને લાભ થઈ શકે છે. પ્રેમ-સંબંધઃ આજથી લઈ આવનારાં કેટલાંક અઠવાડિયાં સુધી તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે વાતચીતમાં સાવધાન રહેવું. તમારે લાગણી, ક્રોધ અને મિજાજને નિયંત્રણમાં રાખવાં પડશે. આજે તમારું દાંપત્યજીવન સામાન્ય રહેશે, પરંતુ સંબંધોમાં ઉદાસીનતાના ભાવ હાવી બનશે. નોકરી-ધંધોઃ તમારે માટે ખર્ચ વધવાના દરવાજા ખૂલી ગયા છે. આજે તમારી નાણાકીય સ્થિતિ સારી નહિ રહે. નોકરીમાં તમારા સાથીઓ સાથે કોઈ વાતમાં વિવાદ થઈ શકે છે. ઓફિસનો માહોલ નિરાશાજનક રહેશે. તમારે દ્યૈર્ય રાખવું પડશે, વાણી પર નિયંત્રણ રાખશો તો પરેશાની નહિ વધે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું નહિ રહે. પરિવારમાં મોટી ઉંમરના વડીલના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. સ્વાસ્થ્યસંબંધી આજે ખર્ચ કરવો પડશે. તમને સાંજ પડતાં થાક અને બેચેની રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજનો દિવસ તમારા માટે થોડો નકારાત્મક રહેશે. નિરાશાનો સામનો કરવો પડશે. એકાંતમાં કરેલા અભ્યાસમાં સફળતા મળશે. કોઈ સ્પર્ધા, પરીક્ષા અથવા ઇન્ટર્વ્યુમાં તમારે સાવધાની રાખવી પડશે.

  MORE
  GALLERIES

 • 712

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  તુલાઃ આજે ચંદ્રમા તમારી રાશિમાં છે અને સૂર્ય હવે તમારી રાશિથી લાભ ભાવમાં રહેશે. અગર તમે કોઈ જગ્યાએ નોકરી અથવા પ્રમોશન માટે અરજી કરી હોય તો સમજી લો કે તમારો સકારાત્મક સમય શરૂ થઈ ગયો. તમને કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે. તમારા માટે આજનો દિવસ સારો રહેશે. તમારો દિવસ ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલો હશે. આજે તમારી ઓફિસમાં કોઈ ને કોઈ અજીબોગરીબો ઘટના ઘટી શકે છે. ઉપરી અધિકારીઓનું તમને સમર્થન મળશે. તમારા પ્રેમ-પ્રસંગમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. નિકટના મિત્રો સાથે અણબનાવ થઈ શકે છે. તમારી જવાબદારીમાં વૃદ્ધિ થશે. પ્રેમ-સંબંધઃ આજે તમારા પ્રેમીની અનોખી જીદને કારણે તમને થોડી પરેશાની થઈ શકે છે. તમે એના પર શંકા કરશો અને તે તમારા પર. તમે તમારા જીવનસાથીના દરેક પગલા સામે અસહમત અને અસંતુષ્ટ રહેશો. તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે. નોકરી-ધંધોઃ આજે તમારી પૈસાની સ્થિતિ સારી રહેશે. નોકરી-ધંધામાં તમને સારી સફળતા મળશે, પરંતુ તમારે દરેક કાર્યમાં સાવધાની રાખવી પડશે. તમારા ઉપરી અધિકારી તમને સહયોગ આપશે તેમજ પ્રશંસા પણ કરશે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે. તમારું સ્વાસ્થ્ય હવામાનથી પ્રભાવિત થઈ શકે છે. તમને પેટસંબંધી પીડા થઈ શકે છે. વિદ્યાર્થી-કારકિર્દીઃ તમને તમારી મહેનત અને એકાગ્રતાને કારણે સફળતા મળશે. તમારો આત્મવિશ્વાસ વધારવો પડશે.

  MORE
  GALLERIES

 • 812

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  વૃશ્ચિકઃ આજે ચંદ્રમા તમારી રાશિથી બારમા ભાવમાં રહેશે, જોકે સૂર્ય તમારી રાશિથી કર્મ ભાવમાં રહેશે. આજે તમારે ભાવનાત્મક અને માનસિક સંતુલન સતત જાળવવું પડશે. આજે તમારું મન શાંત રાખશો. તમારામાં મનમાં કોઈ આશંકા અથવા ભય રહેશે. પૈસા, પરિવાર, શિક્ષણ અથવા પ્રેમ-સંબંધમાં ખરાબ સમાચાર મળવાથી તમારા મનને શાંત રાખવા તમારા માટે સંભવ નથી. પ્રેમ-પ્રસંગમાં તમારે હતાશાનો સામનો કરવો પડશે છતાં તમે કોઈ રોમાંસની શરૂઆત કરશો તો તમે કોઈ ઊંડી પરેશાનીમાં પડી જશો. તમને નોકરી-ધંધામાં કોઈ સારી તક મળી શકે છે. તમે આજે કોઈ પણ પ્રકારનું જોખમ ન ઉઠાવશો. પ્રેમ-સંબંધઃ આજે તમે પરિવારની બાબતમાં કોઈ હસ્તક્ષેપ ન કરશો, પરિવારના સભ્યોની સલાહ સ્વીકારી લેજો. તમને તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે અણબનાવ થઈ શકે છે. જૂનો સંબંધ આજે સમાપ્ત થઈ શકે છે. દાંપત્ય સંબંધમાં આજે ઉદાસીનતાનો ભાવ જોવા મળશે. આજે કોઈ પણ વાત સમજીવિચારીને બોલજો. નોકરી-ધંધોઃ આજે પૈસાની સ્થિતિ દિવસભર ઉતાર-ચઢાવવાળી રહેશે. અચાનક અને અકારણ ખર્ચ આવી જશે. તણાવ છતાં તમારી નોકરી સલામત રહેશે. કોઈ ચિંતા ન કરો. મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સંપર્ક થશે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે. થોડી નબળાઈનો અનુભવ કરશો. થાક, સુસ્તી અને બેચેની રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમારે દિવસભર મહેનત કરવી પડશે. તમને જે લક્ષ્ય આપવામાં આવ્યું છે એની યોજના અને ટાઇમટેબલ બનાવી લો, તમારું કામ સરળ થઈ જશે.

  MORE
  GALLERIES

 • 912

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  ધનઃ સૂર્યના ગોચર તમારી રાશિથી ભાગ્ય ભાવમાં છે, ચંદ્રમા તમારી રાશિથી લાભ ભાવમાં છે. આજનો દિવસ તમારા માટે નોકરી-ધંધાના ક્ષેત્રમાં પ્રગતિ રહેશે. આજે તમે તમારી મહેનતથી આગળ વધશો. અગર તમે સરકારી ક્ષેત્ર અથવા એના સંબંધિત કોઈ કામ કરો છો તો તમારા ઉપરી અધિકારીઓના ગુસ્સાનો સામનો કરવાનો આવશે. તમારા કાર્યમાં નસીબ તમને સાથ આપશે અને કોઈ પણ કામ સરળતાથી પૂરું થઈ શકે છે. આજે તમે કોઈ નવી યોજના પર કામ કરશો. તમારે કોઈ પ્રવાસ કરવાનો આવી શકે છે. પ્રેમ-સંબંધઃ આજે તમારામાંથી કેટલાયનો પ્રેમ-સંબંધ પૂરો થઈ શકે છે, પણ જીવનસાથી સાથેનો સંબંધ સારો રહેશે, પણ કોઈ જટિલ બાબતને આજે ન ઉખાડશો. તમારા મનનું સંતુલન રાખો. નોકરી-ધંધોઃ આજે તમને કોઈ ધનલાભ થઈ શકે છે. નોકરીમાં આજે તમારી સ્થિતિ સારી રહેશે. નવી નોકરી મળી શકે છે. નોકરી-ધંધાના સંબંધમાં કોઈ પ્રવાસ થઈ શકે છે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા થશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમને તમારી અતીતની મહેનતને કારણે સારી સફળતા મળી શકે છે. પરીક્ષા અથવા કોઈ સ્પર્ધામાં મળેલા પરિણામથી તમે પ્રસન્ન રહેશો.

  MORE
  GALLERIES

 • 1012

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  મકરઃ આજથી સૂર્ય તમારી રાશિથી અષ્ટમ થઈ ચૂક્યો છે, જે પૂરો એક મહિનો રહેશે. ચંદ્રમા આજે તમારી રાશિથી કર્મ ભાવમાં રહેશે. તમારો આજનો દિવસ બહુ સરળ અને સકારાત્મક રહેશે. આજે તમે આખો દિવસ સક્રિય રહેશો. જેટલી એદાગ્રતાથી જેટલી મહેનત કરશો એટલી સફળતા મળશે. તમે તમારી પ્રગતિને દિશામાં બહુ ઝડપથી નિર્ણય લેશો. નોકરી-ધંધામાં આગળ વધવાની તક મળશે. એમાં ભાગ્યની ભૂમિકા ઓછી અને મહેનત વધુ રહેશે. આજે તમે વધુ કામ કરશો તોપણ થાક નહિ લાગે. પ્રેમ-સંબંધઃ આજે તમે તમારા પ્રેમી અથવા જીવનસાથી સાથે કોઈ મિત્રના ઘરે અથવા કોઈ કાર્યક્રમમાં જશો અને તમારા સંબંધોમાં નવી ઊંચાઈ આવશે. તમારું દાંપત્યજીવન આજે સારું રહેશે. નોકરી-ધંધોઃ આજે તમને સારો ધનલાભ થઈ શકે છે. નોકરી-ધંધામાં આજે સારી સફળતા મળી શકે છે. તમારી ઓફિસનો માહોલ સકારાત્મક રહેશે. તમારે આજે મહેનત વધુ કરવી પડશે. તમને પ્રમોશન અથવા પગરવધારો મળી શકે છે. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. દિવસભર ઉત્સાહ અને પ્રસન્નતા રહેશો. વિદ્યાર્થી-કારકિર્દીઃ તમને તમારી મહેનતને અનુરૂપ સફળતા મળશે. તમે કોઈ સ્પર્ધા અથવા પરીક્ષામાં સફળ થશો. નોકરી માટેના તમારા પ્રયાસ સફળ થશે

  MORE
  GALLERIES

 • 1112

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  કુંભ આજે ચંદ્રમા તમારી રાશિથી ભાગ્ય ભાવમાં રહેશે. આજથી સૂર્ય તમારી રાશિથી સાતમા સ્થાને રહેશે. આજે તમારે સ્વયંને પ્રસન્ન રાખવાના પ્રયત્નો કરવાના રહેશે. આજે તમે આવશ્યક ન હોય એવી ચિંતાઓ, ભૂતકાળની વાતો, નકારાત્મક વિચારો અને નિરાશાના ભાવથી દૂર રહેશો. આજે તમારે તમારા કાર્યક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેને કારણે તમારા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં મોડું થઈ શકે છે. તમે કોઈનાથી નારાજ ન થાઓ અને કોઈની સાથે વિવાદમાં પણ ન ઊતરો., નહિતર તમારું કામ બગડી શકે છે અને પૈસાનું નુકસાન થઈ શકે છે. આજે તમારે વધુ મહેનત કરવી પડશે અને સાથે સાથે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. આજે જેટલી જરૂર હોય એટલી જ વાતચીત કરો. પ્રેમ-સંબંધઃ આજથી લઈને એક મહિના સુધી તમારે તમારા જીવનસાથી સાથેના વ્યવહારમાં સાવધાની રાખવાની રહેશે. આજે પણ તમારે મતભેદ થઈ શકે છે. તમારી વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખજો. લગ્ન માટે ચાલી રહેલી વાત અચાનક અટકી શકે છે. નોકરી-ધંધોઃ આજની તમારી નાણાકીય સ્થિતિ સારી ન હોય. તમારો ખર્ચ વધી જશે. તમને પૈસાનું નુકસાન થઈ શકે છે. નોકરીમાં આજે તમારા કામથી કામ રાખો, સમય ન વેડફતા. આરોગ્યઃ આજે તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે. તમારું સ્વાસ્થ્ય હવામાનથી પ્રભાવિત થઈ શકે છે. તમને માનસિક તણાવ રહેશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમને નોકરી માટેના પ્રયાસમાં સફળતા મળશે, પરંતુ બેદરકારીને કારણે તમારાથી લેખિત જવાબમાં અથવા ફોર્મ ભરવામાં ભૂલ થઈ શકે છે.

  MORE
  GALLERIES

 • 1212

  જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, શુક્રવારનું રાશિફળ

  મીનઃ આજથી લઈને એક મહિના સુધી તમારા શત્રુઓનું દમન સૂર્ય કરશે. આજે ચંદ્રમા તમારી રાશિથી અષ્ટમ રહેશે. જેને કારણે તમારે દરેક કામમાં સાવધાની રાખવી પડશે. મન પર નકારાત્મક ભાવના હાવી થઈ શકે છે, જે તમને પરેશાન કરશે. તમારે ખાસ આજે આત્મનિયંત્રણ કરવાનું રહેશે. જે વાત તમને પૂરી ખબર ન હોય એમાં તમે હસ્તક્ષેપ ન કરશો. કોઈને માગ્ય વગર સલાહ ન આપશો. તમારામાંથી જે લોકો નોકરીની શોધમાં છે તેઓ શહેર બદલવા તૈયાર હોય તેમને એ મળી શકે છે. તમારે એના માટે પ્રવાસ કરવાનો આવી શકે છે, કોઈ નવું કામ હાથમાં ન લો. ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરો. પ્રેમ-સંબંધઃ આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે બોલવાનું બંધ થઈ શકે છે. અહંકાર, મૂડ અને ફરિયાદ સામાન્ય સંબંધમાં વિઘ્ન નાખી રહ્યા છે. નોકરી-ધંધોઃ આજની તમારી નાણાકીય સ્થિતિ પરેશાન કરવાવાળી રહેશે. તમારો ખર્ચ વધી જશે. તમારે નાણાં ઉધાર લેવાનો વારો આવશે. નોકરીમાં આજે ઓફિસમાં નિરાશાજનક અને નકારાત્મક માહોલ રહેશે. મનમાં ચિંતાઓ ચાલતી રહેશે. આરોગ્યઃ આજે તમારું આરોગ્ય નબળું રહેશે. તમને કોઈ એલર્જી થઈ શકે છે. તમને શરીર પર કોઈ ઇજા થઈ શકે છે, માટે આજે વાહનથી તમારે સંભાળવું પડશે. વિદ્યાર્થી-કારકિર્દીઃ આજે તમે મિત્રોના સહયોગથી કોઈ પરેશાનીથી બચી જશો. લેખિત ઉત્તરોમાં ભૂલ થઈ શકે છે. આજે કોઈની સાથે વિવાદમાં ઊતરશો નહિ. આજે તમારી એકાગ્રતા વધારવી પડશે અને દિવસ દરમિયાન બધી બાબતોમાં સાવધાની રાખવી પડશે

  MORE
  GALLERIES