તુલા રાશીફળ - એવી ગતીવિધીઓમાં સામેલ થશો જે રોમાંચક હોય. ઉતાવળમાં રોકાણ ન કરવું, નહીં તો નુકશાન થવાની સંભાવના છે. તમારા મિત્રો કે પરિવારના અન્ય સભ્યને પોતાના આર્થિક કામ કાજ તથા રૈસાનું પ્રબંધન ના કરવા દો, નહીં તો તમારા નક્કી કરેલા બજેટથી વધારે ખર્ચ કરી બેસશો. તમારા કામ પ્રત્યે તમે એકાગ્ર રહો. નવા વિચાર, આઈડીયા પર વિચાર કરો. જીવનસાથી સાથેનો આજનો દિવસ નકારાત્મક રહી શકે છે.
વૃશ્ચિક રાશીફળ - તમારી ઉર્જાનો ઉપયોગ કોઈ મુશ્કેલમાં ફસાયેલા વ્યક્તિની મદદમાં લગાવો, તેના આશિર્વાદ તમને ફળ સારૂ ફળ અપાવી શકે છે. આજે તમારી સામે રોકામના જે પમ અવસર આવે તેની પર જરૂર વિચાર કરવો, પરંતુ સાથે યોજનાનો અભ્યાસ કરી લેવો. તમે જેટલું વિચાર્યું હશે, તેના કરતા વધારે મિત્ર મદદગાર સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ અનુકુળતા ભર્યો રહેશે. ઓફિસમાં કઠિનમાં કઠિન કાર્ય પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. ગાડી ચલાવવામાં સાવધાની રાખવી.
ધન રાશીફળ - કોઈ સમારોહમાં હીનતા-બોધનો શિકાર બની શકો છો. જેથી સકારાત્મક વિચારોનો સહારો લો. રોકાણ માટેના નિર્ણય લેવાનું કોઈ અન્ય દિવસ પર છોડી દો. પ્રખ્યાત લોકો સાથે મેળ મળાપથી નવી યોજના અને આઈડીયા મળી શકે છે. તમારા કામ અને શબ્દો પર ધ્યાન રાખો, નહીં તો ગડબડ થઈ શકે છે. કોઈ પણ કારણથી જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે, જેથી લગામ પર કાબુ રાખવો.