તુલા રાશીફળ - પોતાની બીમારી વિશે ચર્ચા કરવાથી બચો. ખરાબ તબીયત પરથી ધ્યાન હટાવવા કામમાં વ્યસ્ત રહો. સારા કામ માટે તમારા વખાણ થઈ શકે છે. તમે ઈચ્છો તો કામમાં વ્યસ્ત રહી પરેશાનીઓથી દુર રહી શકો છો. તમેન જીવનસાથીનો પ્રેમ મળી રહે. કોઈ એવા વ્યક્તિનો ફોન સામેથી આવે જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા ઈચ્છતા હતા. જુની યાદો તાજા થઈ શકે છે.
ધન રાશીફળ - તમારી તબીયતનું આજે ધ્યાન રાખવું. અટકેલા કામ અને ધનની અછત તમારા માનસીક તણાવનું કારણ બની શકે છે. કોઈ મિત્ર પોતાની પર્સનલ પરેશાની માટે તમારી સલાહ માંગી શકે છે. પ્રેમ-ઈશ્કના ચક્કરમાં તમારો સમય ના બગાડો. ઓફિસમાં તમે જેને દુશ્મન માનતા હતા તે તમારો શુભચિંતક નીકળી શકે છે. મોડી સાંજે કોઈ સારા શુભ સમાચાર મળી શકે છે.