તુલા રાશીફળ - તમારી ઊંચી બૌદ્ધિક ક્ષમતા તમારી નબળાઈઓને લડવામાં સહાયતા કરશે. સકારાત્મક વિચારોથી મુશ્કેલીમાંથી બહાર આવી જવાશે. એવા રોકાણ-યોજનાઓ જે તમને આકર્ષિત કરી રહી છે, તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની કોશિસ કરો, વધારે સારૂ એ રહેશે કે વિશેષજ્ઞની સલાહ લેવી. વદારે મિત્રતા દર્શાવતા અજાણ્યા વ્યક્તિથી દુરી બનાવી રાખો. આજે તમે જે નવી જાણકારી મેળવી છે પ્રતિસ્પર્ધીઓ સામે જીત અપાવશે. જીવનસાથીનો ભરપૂર પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે.
વૃશ્ચિક રાશીફળ - ભલે તમે ઉત્સાહથી ભરપૂર હશો પરંતુ આજે તમે કોઈ એવી કમી મહેસુસ કરશો જે તમારી સાથે નથી. જોકે, ધન તમારી મુઠ્ઠીમાંથી સરળતાથી સરકી જશે, પરંતુ તમારા સિતારા તંગી નહીં આવવા દે. તમારી કલાત્મક અને રચનાત્મક ભમતા તમને ખુબ વખાણ અપાવશે. સાંભળેલી વાત પર આંખો બંધ કરી વિશ્વાસ ન કરો, સચ્ચાઈ જાણો. જીવનસાથીનો સાથ સહકાર ખુબ સારો મળશે.
ધન રાશીફળ - સ્વાસ્થ્ય હિસાબે ખુબ સારો દિવસ છે. તમે બીજા પર વધારે ખર્ચ કરી શકો છો. ઘર બદલવા માટે સારો દિવસ છે. કામકાજ દરમિયાન તણાવ તમારી માનસિક શાંતી ભંગ કરી શકે છે. મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા તમને ખાસ ઓળખ અપાવશે. જીવનસાથી વધારે અપેક્ષાઓનો ભાર નાખી શકે છે, જો અપેક્ષા તમે પુરી નહીં કરો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો.