તુલા રાશીફળ - ખુશ થઈ જાઓ કેમ કે સારો સમય આવવાનો છે અને સ્વયં ઉર્જાથી ભરેલા રહેશો. આજનો સફળતાનો મંત્ર છે કે, એવાી લોકોની સલાહ લઈ પૈસા લગાવો, જે અનુભવી હોય. નરંકુશ વ્યવહારના કારણે પરિવારજનો નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વૈવાહિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. એવા મિત્રો મળી શકે છે, જે ઘણા સમયથી મળ્યા નથી.
વૃશ્ચિક રાશીફળ - આજે તમારી તબીયત સુધારવાનો પુરો સમય રહેશે. ટુંકાગાળાના રોકાણથી આજે દુર રહેવું. આજે મિત્રો સાથે બહાર જઈ ખુશીની પળ વિતાવી શકો છો. ઓફિસમાં આજે તમે ગુસ્સે થઈ શકો છો, જેથી માનસીક સંતુલન બનાવી રાખવું. આકસ્મિક યાત્રા તણાવ આપી શકે છે. જીવનસાથી સાથે વધારે સારો સંબંધ બનાવાનો પ્રયત્ન કરી શકો છો.
ધન રાશીફળ - ઉદાસ અને અવસાદગ્રસ્ત ન થાઓ, આજે તમે હરવા-ફરવાના મૂડમાં રહેશો, પરંતુ તમે ફરવા ગયા તો પછતાવવું પડી શકે છે. નવા મિત્રો બનવાથી નવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો પ્રતિયોગી પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમણે દિમાગ શાંત રાખવું. પરીક્ષાની ગભરાહટ દિમાગ પર હાવી થઈ શકે છે. આજનો તમારો પ્રયાસ સકારાત્મક પરિણામ આપી શકે છે. આજે બધી વાત તમારી મરજીની નહીં રહે. સંબંધ સ્વર્ગમાં બને છે અને જીવનસાથી આજે એ સાબિત કરી શકે છે.