તુલા રાશીફળ - ઉતાવળમાં લીધેલો નિર્ણય પરેશાની ઉભી કરી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઠંડા દિમાગથી વિચારવું. ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક રહેશે. આજનો દિવસ ખુશીઓથી ભરપુર રહેશે. મિત્રો સાથે સંભાળીને વાત કરવી, સંબંધ બગડી શકે છે. બીજા લોકોને એવું કામ ન કરવાનું કહો, જે કામ તમે સ્વયં કરવા ના ઈચ્છતા હોય. જો દિવસ વધારે સારો ઈચ્છતા હોવ તો જીવનસાથીને છંછેડતા નહી, ચુપ્પી સાધી લેવી વધારે હિતાવહ.
વૃશ્ચિક રાશીફળ - તમારો ઉદાર સ્વભાવ ખુશીની પળ લાવી શકે છે. શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાવાથી બચવું. પાડોશીઓ સાથે ઝગડો મૂડ ખરાબ કરી શકે છે, પરંતુ પોતાનું સંતુલન ગુમાવવું નહીં. તમે કોઈનો સહયોગ ન કરો તો તમારી સાથે ઝગડો થઈ શકે છે, બધા સાથે સંબંધ બનાવી રાખવાની કોશિશ કરો. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીનો સહયોગ અને વખાણ આત્મવિશ્વાસ વધારશે.