તુલા રાશીફળ - આજે તમે કોઈ નિર્ણય લો તો બીજા લોકોની ભાવનાનું પણ ધ્યાન રાખો. તમારો એક ખોટો નિર્ણય માત્ર બીજાને જ નહીં પરંતુ તમને પણ તણાવ આપી શકે છે. આકસ્મિક નફાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે. આજે પરિવારનું કોઈ સભ્ય વધારે તણાવ આપે તો, પરિસ્થિતિ બેકાબુ ન થાય તેનું ધ્યાન રાખવું. નવી ભાગીદારી આજે ફાયદાકારક રહેશે. બોલવામાં સાવધાની રાખવી. જીવનસાથી સાથે આજનો દિવસ સારો રહેશે.
વૃશ્ચિક રાશીફળ - તમારૂ સૌથી મોટુ સપનું હકિકતમાં આજે બદલાઈ શકે છે, પરંતુ ઉત્સાહ પર કાબુ રાખવો. આર્થિક સમસ્યાએ તમારી વિચારવાીન શક્તિ નબળી બનાવી દીધી છે. તમારે સકારાત્મક બનવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં કામમાં પ્રગતિ જોવા મલશે. વકિલ પાસે કાયદાકીય સલાહ લેવા માટેનો સારો દિવસ છે. જીવનસાથી આજે બીમાર પડી શકે છે,તેમનું ધ્યાન રાખવું.
ધન રાશીફળ - ખુશ થઈ જાઓ, કેમ કે સારો સમય આવવાનો છે અને તમે સ્વયં ઉર્જાથી ભરેલા રહેશો. ચાલાકી ભરેલી આર્થિક યોજનામાં ફસાવાથી બચો, રોકાણ કરવામાં સાવધાની રાખવી. સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપો, પરિવારને લાભ થશે. કાર્યક્ષેત્રમાં કોઈ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. આજનો દિવસ તમારા અને તમારી જીવનસાથી માટે સારો છે.