વૃશ્ચિક રાશીફળ - ટુંક સમયમાં કોઈ ગંભીર બીમારીમાંથી બહાર આવી શકો છો. ખર્ચામાં વધારો થશે, પરંતુ આવક સારી રહેતા સંતુલન બનેલું રહેશે. તમારી પરેશાની તમારા માટે મોટી હશે, પરંતુ મિત્રો પરિવાર સમજી નહીં શકે. ઓફિસમાં થયેલા ફેરફારનો લાભ તમને મળશે. આજે એવા લોકોને મદદ ન કરશો, જે તમારી પાસે મદદ માંગે. દગો મળવાની સંભાવના છે. જીવનસાથી સાથે દિવસ સુખમય રહેશે.
ધન રાશીફળ - પરેશાની પહેલા જ તેના વિશે વિચારવાની આદત તમને કમજોર કરી શકે છે. ખર્ચામાં વધારો થશે, પરંતુ આવક સારી રહેતા સંતુલન જળવાઈ રહેશે. કોઈ ઝગડામાં વચ્ચે પડવું નહીં, જબાન પર લગામ રાખવી, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. પ્રેમી-પ્રમિકા તમને મખ્ખન લગાવી શકે છે, બહુ ભાવનાત્મક ના થઈ જવું. કાર્યક્ષેત્રમાં કામમાં પ્રગતી જોવા મળશે. આજે તમારી મન ભટકી શકે છે. જીવનસાથી સાથે ઈમાનદાર રહેવું.