તુલા રાશીફળ - વ્યસ્ત દિનચર્યા હોવા છતા સ્વાસ્થ્ય સારૂ રહેશે. તંગી અને આર્થિક સ્થિતિ નબળી રહેતા અનેક કામ વચમાં અટકી શકે છે. આર્થિક મામલે વધારે ગંભીરતા રહેતા ઘરમાં તણાવ ઉભો થઈ શકે છે. સહકર્મીઓ સાથે સારો સહયોગ મળી શકે તેમ નથી. પરંતુ ધૈર્ય રાખવું. આજનો દિવસ બીજા માટે મદદરૂપ થવામાં પસાર કરવો, આ સકારાત્મકતા તમારી છબી સારી બનાવશે.
વૃશ્ચિક રાશીફળ - આજે કામ-કાજમાં વ્યસ્ત રહી શકો છો. પરિવારને સમય નહી આપી શકાય. વ્યસ્ત દિવસમાં તબીયતનું ધ્યાન રાખવું. કામકાજમાં કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે. જેથી મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દુર રહેવું. કોઈ વ્યક્તિ તમને ખોટો માર્ગ બતાવી શકે છે, જે રસ્તે તમને મોટુ નુકશાન થઈ શકે છે. સાંજ બાદ માનસીક તણાવમાં ઘટાડો થશે.