વૃષભ રાશીફળ - ઈચ્છા વગરની યાત્રાથી થાક અનુભવશો. આજના દિવસે તમારે આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વધારે ખર્ચ અથવા પર્સ ચોરાઈ શકે છે, સાવધાની રાખવી. પોતાના પરિવાર સાથે ખરાબ વ્યવહાર ન કરવો, શાંતી ભંગ થઈ શકે છે. સમય, કામકાજ, મિત્રો, સંબંધી એક બાજુ અને તમારો પ્રેમ એકબાજુ એવો મિજાજ રહેશે. કાર્યસ્થળ પર મહેનત રંગ લાવશે. લાંબી મુસાફરી કરવી પડી શકે છે, જે ફાયદાકારક રહેશે.
મિથુન રાશીફળ - સામાજિક કાર્ય કરતા તબિયત પર વધારે ધ્યાન આપવું. આજે એવી યોજનામાં રોકાણ કરતા બચવું, જે તમારી સામે આવે. આજે તમારા ભાઈ તમારી સારી મદદ કરી શકે છે. સાંભળેલી વસ્તુ પર વિશ્વાસ ન કરી દેવો, તેની સચ્ચાઈ જાણવી અને સમજવી. વૈવાહિક જીવનનો ખરાબ દિવસ આજે જોવા મળી શકે છે. જબાન પર લગામ રાખવી, નહીં તો પછતાવવું પડી શકે છે.