મેષ રાશીફળ - આજે ખાલી સમયમાં આનંદ લઈ શકશો. આજે સરળતાથી પૈસા ભેગા કરી શકશો. લોકોને આપેલું જુનું લેણું (પૈસા) પાછા મળી શકે છે. આ સિવાય પરિવાર માટે પણ ધન ભેગુ કરી શકશો. ઘરેલુ કામ માનસિક તણાવ આપી શકે છે. આજે જે પણ બોલો સમજી-વિચારીને બોલવું, કડવા શબ્દો જીવનસાથી સાથે સંબંધ અને શાંતી નષ્ટ કરી શકે છે. કાર્યસ્થળ પર કામકાજટમાં કોઈ ભૂલ થઈ શકે છે.
વૃષભ રાશીફળ - આજે તમે શાંતીથી વિશ્રામ કરી શકશો. આજે તમે સારા પૈસા બનાવી શકો છો. બસ શરત એ છે કે, પારંપરિક રીતે રોકાણ કરવું. જીવન અને કામકાજમાં બીજા લોકો માટે આદર્શ બનો તે રીતે કામ કરવું. બીજા લોકોની મદદ તમને સારી ઓલખ અપાવી શકે છે. આજે તમારા બોસનો મિજાજ કાર્ય સ્થળ પર સારો માહોલ બનાવી દેશે. જીવનસાથી સાથે બેસી ભવિષ્યની જિંદગી માટે કોઈ યોજના બનાવી શકો છો.
મિથુન રાશીફળ - આંખોના દર્દી પ્રદૂષિત જગ્યા પર જવાથી બચવું, નહીં તો આંખોને નુકશાન પહોંચી શકે છે. મનોરંજન અને સૌન્દર્ય પાછળ વધારે ખર્ચ ન કરવો. આજે ગાડી ચલાવતા સમયે સાવધાની રાખવી. જીવનસાથી સાથે વ્યક્તિગત સંબંધોમાં દરાર પડી શકે છે. તમારા વરિષ્ઠ અને સહકર્મી આજે તમને ગમે તેટલા ઉકસાવે, પરંતુ યોગીની જેમ શાંત મન રાખવું.