મકર રાશીફળ : તમારા જીવનસાથીનો પ્રેમ તમારો દિવસ સુધારી દેશે. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણમાં તમને નફો મળી શકે છે. ઘરના ઘણા સમયથી અટવાયેલા કામમાં હજુ થોડો સમય લાગી શકે છે, પરંતુ હકારાત્મક દ્રષ્ટિકોણ તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ અપાવશે. જો તમે ન ગમતા લોકોને પણ દુઆ- સલામની આદત રાખશો તો તમારી પ્રગતિ કોઈ નહીં રોકી શકે. નવા વિચારો અને આઈડિયાની ચકાસણી કરીને લાગુ કરવાનો આ યોગ્ય સમય રહેશે.
કુંભ રાશીફળ : મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવી શકે છે, જે તમારા વિચારો પર પ્રભાવ ઉભો કરશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે. જૂના લોકોને મળવાથી જૂના સંબંધો તાજા થશે. નવી યોજનાઓ ઈચ્છા પ્રમાણે પરિણામ નહીં આપી શકે. આજે તમને ઘણા નવા નિમંત્રણ મળશે અને આકસ્મિક ભેટ પણ મળી શકે છે. તમારી પાસે કરવા માટે કંઈ ન હોય તો મિત્રો સાથે સમય પસાર કરી શકો છો.
મીન રાશીફળ : સ્વાસ્થય સારું રહેશે. દિવસ બહુ લાભદાયક રહેશે નહીં. પોતાના ખિસ્સાં પર નજર રાખી વધારે ખર્ચ ન કરો. તમારા પરિવારજનો તમારા પ્રયત્નો અને સમર્પણને શાબાશી આપશે. પ્રેમના દ્રષ્ટિકોણથી આપનો દિવસ સારો રહેશે. તમે તમારી વસ્તુનું ધ્યાન નહીં રાખો તો ચોરી થવાની શક્યતા છે. દાંપત્ય જીવનને સુખમય બનાવવાના પ્રયત્નો રંગ લાવશે. સકારાત્મક પુસ્તકો વાંચી જીવનને હકારાત્મક દ્રષ્ટિકોણ તરફ વાળો.