મકર રાશીફળ - અસહજતા તમારી માનસીક શાંતીમાં બાધા પેદા કરી શકે છે, પરંતુ કોઈ મિત્ર તમને મદદગાર સાબિત થશે. ખર્ચાઓમાં વધારો થશે, પરંતુ આવક સારી રહેતા સંતુલન જળવાઈ રહેશે. જુની વાતોને ભૂલી આવાનારા સારા સમય તરફ ધ્યાન આપો. તમારી કોશિશ ફળદાયી રહેશે. નવા ગ્રાહકો સાથે વાત કરવા માટે સારો દિવસ છે. જીવનસાથી સાથે રોમેન્ટીક દિવસ પસાર થશે.
કુંભ રાશીફળ - કોઈ સજ્જન પુરૂષની વાતો તમને સંતોષ આપશે. આજે તમે હરવા ફરવા પાચળ ખર્ચ કરવાના મૂડમાં રહેશો, પરંતુ આવું કર્યું તો પછતાવવું પડશે. પરિવાર પ્રત્યેની જવાબદારી તણાવ આપી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો. જીવનસાથી સાથે આજે તણાવ રહી શકે છે, મનને શાંત રાખો અને વિનમ્રતાથી કામ લેવું.
મીન રાશીફળ - લોકોની ટીકા કરવામાં સમય બરબાદ ન કરવો, તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. બોલતા સમયે અને નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. બહારના લોકોના હસ્તક્ષેપના કારણે જીવનસાથી સાથે તણાવ પેદા થઈ શકે છે. તમારા રચનાત્મક કામના ખુબ વખાણ થઈ શકે છે. અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. વધારે ખર્ચના કારણે પરિવારમાં ખટ-પટ થઈ શકે છે.