મકર રાશીફળ - કામનો બોઝ આજે તણાવ આપી શકે છે. યાત્રા થાકનું કારણ બની શકે છે, પરંતુ આર્થિક રીતે ફાયદાકારક રહેશે. આજે પરિવારના લોકો માટે સમય નહીં આપો તો નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સમજીને ઉઠાવેલા પગલા ફળદાયી રહેશે. નવી પરીયોજના શરૂ કરવા માટેનો સારો સમય છે. લાંબા સમયથી એટકેલા કામને પુરૂ કરવા શરૂઆત કરો. જીવનસાથીના કોઈ જુઠથી તમે નારાજ થઈ શકો છો. નોકરીયાતને સારા સમાચાર મળી શકે છે.
કુંભ રાશીફળ - તમારા વિનમ્ર સમવભાવના વખાણ થઈ શકે છે. કોઈ મોટા સમૂહમાં ભાગીદારી રસપ્રદ સાબિત થશે, તમારો ખર્ચ વધી શકે છે. ઘરેલુ કામ કાજ અને રૂપિયા-પૈસાની માથાકુટ પરિવારમાં પરેશાની ઉભી કરી શકે છે. જીવનસાથી તમે ગિફ્ટ આપશો તેવી આશા રાખી શકે છે. તમારો હસવાનો હસાવવાનો સ્વભાવ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વ્યાપારમાં અચાનક કોઈ શુભ સમાચાર મળી શકે છે.
મીન રાશીફળ - આજે તબીયતમાં તથા નાણાકીય સ્થિતિમાં નિશ્ચિત સુધાર જણાશે. સાથે ખર્ચામાં પણ વધારો જોવા મળી શકે છે. કોઈ સંબંધી તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પોતાની જાતને ખાસ માની શકો છો. કોઈ બહારના વ્યક્તિની દખલ અંદાજી જીવનસાથી સાથેના સંબંધમાં તણાવ પેદા કરી શકે છે. પરંતુ હોશિયારીથી મામલો સંભાળી શકો છો. અચાનક ધન પ્રાપ્તિથી ઉત્સાહ રહેશે.