મકર રાશીફળ - તળેલી અને બહારની વસ્તુ ખાવાથી બચવું. ભાગીદારી અને ચાલાકીભરેલી આર્થિક યોજનામાં રોકાણ ન કરવું. બાળકો અભ્યાસના મામલામાં નિરાશ કરી શકે છે. વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવવાથી બચવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. તમે કોઈ પણ નિર્ણ લો તો પરિવાર સાથે શેર કરો, ફાયદો થશે. કામ પ્રત્યે નિષ્ઠાથી શાબાસી મળી શકે છે. આજે કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે, જે જીવન માટે ખરાબ સાબિત થઈ શકે છે, જેથી સાવધાન રહેવું.
કુંભ રાશીફળ - ભાગ-દોડવાળો દિવસ તમારા મગજને ખરાબ કરી શકે છે, મનને શાંત રાખવું. કોઈ નવો વિચાર આર્થિક રીતે પાયદો કરાવશે. વિવાદ, મતભેદ, કોઈની ભૂલને નજરઅંદાજ કરો. કાર્યસ્થળ પર કામનું દબાણ વધારે રહી શકે છે. મિજાજ પર કાબુ રાખવો, અને બોલવામાં મર્યાદા રાખવી, નહીં તો એક ભૂલ મોટુ નુકશાન કરાવી શકે છે. જીવનસાથી સાથે નાની-નાની વાતમાં વિવાદ પેદા થઈ શકે છે, જભ પર લગામ રાખવી.
મીન રાશીફળ - આજે મન શાંતઅને તણાવ રહિત રહેશે. આજે રોમાંચક રહેશો, જે તમને આર્થિક ફાયદો કરાવશે. આજે ચિંતામુક્ત થઈ ખુશીથી દિવસ પસાર કરશો. નવી-નવી વસ્તુ શીખવાની તમારી આદત તમને મનોબળ પુરૂ પાડશે. જીવનસાથીવાદ વિવાદથી દુર રહેવું, બોલવમાં કોઈ ભૂલ થવાની સંભાવના છે. જે સબંધમાં કડવાશ ઉભી કરી શકે છે. આજનો દિવસ તમારી ધૈર્યતાની પરિક્ષા લેશે, ભવિષ્યની યોજના બનાવવા માટે સારો દિવસ છે.