મકર રાશીફળ - તમારી લગન અને મહેનતના આજે વખાણ થઈ શકે છે. આ સિવાય તમને સારો નાણાકીય લાભ મળી શકે છે. આજે માત્ર અજાણ્યા લોકો જ નહીં, પરંતુ મિત્રોથી પણ સાવધાન રહેવું જરૂરી છે. યાદ રાખો કે, આંખો ક્યારેય જુઠુ નથી બોલતી, મિત્ર-પ્રેમી-પ્રમિકાની આંખો પર નજર રાખો. રચનાત્મક કામ કરી રહેલા લોકો માટે સફળતાનો દિવસ છે. આજે તમને કેટલાક નિમંત્રણ અથવા ઉપહાર મળી શકે છે. જીવનસાથી સાથે મધ્યમ દિવસ પસાર થાય.
મીન રાશીફળ - આજે તણાવથી બચવું હોય તો બાળકો સાથે સમય વધારે વિતાવવો. બાળકોનું પ્રેમભર્યુ આલિંગન તમારી તમામ પરેશાની દુર કરી દેશે. આજે પ્રાપ્ત થયેલું ધન તમારી આશા મુજબ નહીં હોય. આજે એવું કામ કરવું જેમાં તમને ખુશી મળે, પરંતુ અન્ય કોઈના જીવનમાં દખલ-અંદાજી ન કરવી. તમારા જીવનસાથી સમક્ષ સારી રીતે વ્યવહાર કરો. કાર્યસ્થળ પર ફાયદો થઈ શકે છે.