મકર રાશીફળ - આજે નિરાશાજનક અથવા શરમજનક પરિસ્થિતિમાં પડી શકો છો, પરંતુ વધારે ચિંતા ન કરવી સકારાત્મક બની તેમાંથી શીખ લેવી. આજે આર્થિક ફાયદો થઈ શકે છે. આજે જે પણ બોલો તે સમજી વિચારીને બોલવું, નહીં તો પછતાવવાનો વારો આવી શકે છે. બીજા લોકોની ભૂલો જોવાને બદલે, પોતાના જીવનને સાર્થક બનાવવામાં વધારે સમય આપવો. આજનો દિવસ વૈવાહિક જીવન માટે મુશ્કેલીભર્યો છે.
કુંભ રાશીફળ - આજે તમારા પરિવાર માટે પોતાની ખુશીઓનું બલીદાન આપશો, પરંતુ બદલામાં કોઈ આશા ન રાખવી. આજે એવી યોજનામાં રોકાણ કરવામાં બે વખત વિચારવું, જે તમારી સામે આજે આવે. સંબંધીઓનો સહયોગ મલશે. જીવનસાથી અને પારીવારીક સભ્યોના કારણે દિવસ થોડો પરેશાનીભર્યો રહેશે. આજે લોકો તમારી સલાહ તુરંત માની લેશે. આજનો દિવસ તણાવ ભર્યો છે.
મીન રાશીફળ - જિંદગીને સારી રીતે જીવવા માટે પોતાની મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખો. શંકાસ્પદ આર્થિક લેવડ-દેવડમાં ફસાવવાથી સાવધાન રહો. કેટલોક સમય પોતાના આનંદ માટે વિતાવી શકો છો. આજે જીવનનો આનંદ લેવામાં સફળ રહેશો. આજે નોકરી માટે બાયોડેટા મોકલવો અથવા ઈન્ટરવ્યી માટે સારો દિવસ છે. ભરપૂર ઉત્સાહ ફાયદાકારક દિવસ તરફ તમને લઈ જશે. જીવનસાથી સાથે વાતચીત કરી મસ્તીભરી યોજના બનાવો.