મકર રાશીફળ - તમારી આશા એક સુગંધીદાર ફૂલની સુગંધ જેવી હશે. હાશિયારીથી રોકાણ કરવું. બાળકોની સમસ્યાનું સમાધાન લાવવા સમય કાઢવો. વ્યવસાયિકો માટે સારો દિવસ છે, ગ્રાહક અને માંગમાં વધારો થશે. કોઈ પણ મુશ્કેલીથી ભાગવાની કોશિશ ન કરવી, તે તમારો પીછો નહીં છોડે. જીવનસાથી સાથે જિંદગીના ખાસ દિવસોમાંનો એક દિવસ રહી શકે છે.
કુંભ રાશીફળ - આજે શારીરિક આરામ જરૂર કરવો. માનસિક આનંદ માટે મનોરંજન તમને રાહત આપશે. તમારા ઘર સાથે જોડાયેલું રોકાણ ફાયદાકારક રહેશે. ઘરે કોઈ મહેમાન આવે તો તેની સાથે ખરાબ વર્ત ન કરવું, નહીં તો તમારા નજીકના સંબંધોમાં તીરાડ પડી શકે છે. આજના દિવસે તમારા જીવનસાથી દ્વારા કરવામાં આવેલી શંકા તમારા વૈવાહિક જીવન પર ખરાબ અસર કરી શકે છે.
મીન રાશીફળ - આર્થિક સમસ્યા તણાવનું કારણ બની શકે છે. હોશિયારીથી રોકાણ કરવું. કોઈ તમને નુકશાન પહોંચાડી શકે છે. કોઈ મજબુત તાકાત તમારા વિરુદ્ધ કામ કરી રહી છે. આજે તમે કોઈ હિસાબનું કામ કરતા હોવ તો, ઈમાનદારીથી કરવો. જીવનસાથી સાથે વાતચીત કરતા ઉગ્ર ન થવું, નહીં તો પાછળથી પછતાવવાનો વારો આવશે. કાર્યસ્થળ પર આજનો દિવસ મુશ્કેલ ભર્યો રહેશે.