કન્યા રાશીફળ - તમારો ઉદાર સ્વભાવ આજે તમારા માટે ખુશીની પળ લઈ આવી શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા. તેમાં પણ આર્થિક મામલામાં ખાસ. તમારી લાપરવાહી તમારા માતા-પિતાને દુખી કરી શકે છે. કોઈ પણ નવો વ્યવસાય કે નિર્ણય લેતા પહેલા માતા-પિતાની સલાહ જરૂર લેવી. પોતાના પરિવારને નજર અંદાજ કરવાથી બચવું. તમારી લગન અને આત્મવિશ્વાસનું સ્તર ઊંચુ રહેશે, આજે તમે સારૂ પ્રદર્શન કરી શકશો.