કર્ક રાશિફળ (Cancer) :- વ્યસ્ત દિવસ ચર્ચા છતાં દિવસ સારો રહેશે. લાંબા સમયને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું. પોતાના સ્વભાને અસ્થિર ન થવા દો. અસ્થિર સ્વભાવ ઘરની શાંતિ ઉપર અસર પાડી શકે છે. તમારા પ્રિય આજે ખીજાયેલા હોય એવું લાગશે. જે તમારા મજગ ઉપર દબાણ વધારી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી ઉન્નતિમાં કેટલીક બાધાઓના પગલે અટકી શકે છે. પરંતુ ધીરજથી કામ લેવું. પરોપકાર અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષિત કરશે. આજે તમે આવા સારા કામોમાં સમય લગાવશો તો ખુબ જ સકારાત્મક બદલાવ લાવી શકશો. તમારા જીવનસાથી તમારા ઉપર શક કરી શકે છે. જેના કારણે તમારો દિવસ ધાર્યાકરતા સારો નહીં રહે.
સિંહ (Leo) :- તમારી ઉર્જાનું સ્તર ઉંચું રહેશે. તમારે તમારા અટકેલા કામોને પુરા કરવામાં આને ઉપયોગમાં લેવા જોઈએ. રોકાણ યોજનાઓ તમને આકર્ષિત કરી શકે છે. જેના વિશે ઉંડાણપૂર્ક જાણવાની કોશિશ કરો. કોઈપણ પગલું ભરતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો. પોતાના પરિવારની જરૂરતો ઉપર ધ્યાન આપવી તમારી પ્રાથમિક હોવી જોઈએ. તમારે આજે જ તમારા પ્રિયને પોતાના દિલની વાત બતાવી જરૂરી છે. એવા લોકો ઉપર વિશ્વાસ ન કરો જે તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે અથવા તો એવી જાણકારી આપી શકે છે જે તમને નુકસાનકારક સાબિત થાય. દરરોજની જરૂરિયા પુરી ન થવાના કારણે તમારા લગ્ન જીવન ઉપર તણાવ સંભવ છે.
કન્યા (Virgo) :- સારી જિંદગી માટે પોતાના સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વમાં સુધારો લાવાની કોશિશ કરો. દિવસ ચડવાની સાથે નાણાંકિય રીતે સુધારો આવશે. સંબંધીઓ અને દોસ્તો તરફથી અચાનક ઉપહાર મળશે. દોસ્તો સાથે સંભાળીને વાત કરો કારણ કે આજના દિવસે દોસ્તીમાં દરાર પડવાની શંભાવના છે. મોબાઈલ ફોન તમારા કામમાં બધા ઉભી કરી શકે છે. ફોનના વધારે ઉપયોગથી બચો. યાત્રા કરવી ફાયદાકારક પરંતુ મોંઘી સાબિત થશે. તમારા જીવનસાથીની કામકાજને લઈને વ્યસ્તતા તમારી ઉદાસીનું કારણ બની શકે છે. સ્વયંસેવી કાર્ય અથવા કોઈની મદદ કરવી તમારી માનસિંક શાંતિનું કારણ બની શકે છે.