કર્ક રાશીફળ - દિવસ ફાયદાકારક સાબિત થશે, અને જુની બીમારીમાં રાહત મળશે. જે ઉધારી માટે તમારી પાસે આવે, તેને નજર-અંદાજ કરવાનું સારૂ રહેશે. તમારી ભરપૂર ઉર્જા અને ઉત્સાહ સકારાત્મક પરિણામ લાવશે અને તણાવને દૂર રાખશે. આજે તમને કોઈ ખાસ મિત્ર મળી શકે છે. આજનો દિવસ ખુબ સક્રિય અને લોકોને મળવાનો રહેશે. લોકો તમારી સલાહ માંગી શકે છે, જે વગર વિચારે લોકો માની શકે છે. એવા લોકોથી દુર રહેવું જે તમારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માંગે છે.
સિંહ રાશીફળ - આજનો દિવસ એવા કામ કરવા માટે શ્રેષ્ઠ છે, જે કરવાથી તમને ગમે. અનુમાન મુજબ રોકાણ નુકશાન અપાવી શકે છે. જેથી સલાહ સુચન અને સાવધાનીથી રોકાણ કરવું. સામુહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય બનાવી શકે છે, જેથી હોશિયારીનો ઉપયોગ કરો. બોલીને બગાડશો નહીં. આજે કાર્યસ્થળ પર બોસ વધારે કડક જોવા મળી શકે છે. આજે તમને જીવનસાથીનો ભરપૂર પ્રેમ મળી રહેશે.
કન્યા રાશીફળ - પોતાના શરીરનો થાક ઉતારવા માટે અને ઉર્જા સ્તરને વધારવા માટે તમારે પૂરા આરામની જરૂરત છે. નિરાશાવાદી બનવાથી બચો. ચાલાકીભરી આર્થિક યોજનાઓમાં ફસાવાથી બચો - રોકાણ કરવામાં સાવધાની રાખો. તમારા સિતારા આજે તમને અસાધારણ શક્તિ આપશે, જેથી એવા નિર્ણયો લો જે જરૂરી છે અને ભવિષ્યમાં તમને સારી દિશા આપી શકે.