કર્ક રાશીફળ - હસતા રહેવું તમામ દર્દની સારી દવા માનવામાં આવે છે, હંમેશા હસતા રહો. આજે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરવું નુકસાન સાબિત થઈ શકે છે. પરિવારમાં કોઈ સાથે અનબન થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કામના વખાણ થશે. આજે લોકોની મુલાકાત કરવા અથવા હરવા-ફરવા માટે સારો દિવસ છે. વૈવાહિક જીવન શાંથ રહેશે. ઘરકામ તણાવનું કારણ બની શકે છે.
સિંહ રાશીફળ - તબીયત બગડે તેવા સંયોગ છે. જેથી ચેતતા નર સદા સુખી. આર્થિક પરેશાનીના કારણે તમારે ટીકા અને વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે છે. જેથી તૈયાર રહો. તમે જેના પર વિશ્વાસ કરતા હોય તે તમારો વિશ્વાસઘાત કરી શકે છે. પોતાની જાતને ખોટા વ્યસનથી દુર રાખો, મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે સમજી-વિચારીને નિર્ણયો લેવા. તથા વાણી પ્રયોગમાં કાળજી રાખી જીભ પર લગામ રાખવી.
કન્યા રાશીફળ - આજે સૌદર્ય અને સ્વાસ્થ્ય સુધરે તે માટેના પ્રયત્નો કરવા અનુકુળ રહેશે. આજે વધારે ખુલ્લા દિલથી ખર્ચ કરશો તો આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારા માતા-પિતાની તબીયત ચિંતાનું કારણ બનીશકે છે. લવ-પ્રેમ માટે દિવસ મુશ્કેલ. સહકર્મીઓ સાથે કામ કરતા સમયે યુક્તિ અને ચતુરતા રાખવી અનિવાર્ય રહેશે. અચાનક યાત્રા તણાવ પેદા કરી શકે છે. આજે જીવનસાથીને કોઈ ફરિયાદ ન કરો, તેમનું મગજ પહેલાથી ખરાબ છે, તમારો પણ દિવસ ખરાબ થઈ શકે છે.