કર્ક રાશીફળ - લાંબા સમયના થાક અને તણાવમાંથી આરામ મળશે. આ પરેશાનીઓને કાયમી દૂર કરવા માટેનો આજનો દિવસ સારો છે. આજે તમે હરવા-ફરવાના અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં રહેશો, પરંતુ આ પ્રકારનું વર્તન રાખ્યું તો પછતાવવું પડશે. કોઈ પણ વિવાદને વધારે વિવાદાસ્પદ બનાવવાથી દુર રહી, શાંતીથી અન્ય માર્ગ શોધી વિવાદ ખતમ કરવો. કાર્યક્ષેત્રમાં તમારા સન્માનને ઠેસ પહોંચી શકે છે. એવા લોકો પર નદર રાખો જે તમને ગેરમાર્ગે લઈ જઈ રહ્યા છે. નાના-નાના ઝગડા જીવનસાથી સાથે સંબંધમાં ખટાશ પેદા કરી શકે છે, કોઈની વાતમાં આવી ઘરમાં કંકાસ ન કરવો.
સિંહ રાશીફળ - આજે તંદુરસ્તી માટે કાળજી લેવાનો સારો દિવસ છે. આકસ્મિક નફો અથવા સટ્ટાબાજીથી આર્થિક પરિસ્થિતિ સારી રહી શકે છે. જ્યારે રોકાણ કરવાની વાત હોય તો, જાતે નિર્ણય લેવો. ઓફિસમાં કે કાર્યસ્થળ પર આજે લાભ થાય. પોતાની વસ્તુઓનું ધ્યાન ન રાખ્યું તો ચોરી થવાની સંભાવના છે. આજે પરિવાર સાથે વધારે સમય વિતાવવાથી ઘરનુંવાતાવરણ બગડી શકે છે.
કન્યા રાશીફળ - આજે તબીયતની ચિંતા કરવાની જરૂરત નથી. આજે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો નુકશાન થઈ શકે છે. પ્રેમનું ભૂત તમારા માથા પર ચઢવા તૈયાર થશે, સાવધાની રાખવી. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમાં પ્રતી મળી શકે છે. લોકોને ઝડપી ઓળખવાની ક્ષમતા તમને પ્રગતી અપાવી શકે છે. જીવનસાથી પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.