તુલા રાશિફળ - પોતાની તબીયતને ધ્યાનમાં રાખી ચીસો પાડવાથી બચવું. આજે તમને જમીન, રિયલ એસ્ટેટ જેવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરીરત છે. ઘરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા ઘરના વડીલોની સલાહ લો, નહીં તો તે તમારાથી નારાજ થઈ શકે છે. મિત્રો અને પરિવારના લોકો તમને પ્રેમ અને સહયોગ આપશે. દિવસને ખાસ બનાવવા માટે સ્નેહ અને ઉદારતાનીનાની-નાની ગીફ્ટ પરિવારને આપો. તમારી આજે તનતોડ મહેનત કાર્યક્ષેત્રમાં જરૂર રંગ દેખાશે. કેટલાક લોકો માટે આજે યાત્રા ભાગદોડ ભરી રહી શકે છે અને તનાવપૂર્ણ પણ રહી શકે છે. વકીલ પાસે જઈ કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે. લાયબ્રેરીમાં બેસી સારા પુસ્તકો વાંચવાથી સકારાત્મક બની શકો છો.
વૃશ્ચિક રાશિફળ - ચિંતાના વિચારો તમારી ખુશી બરબાદ કરી શકે છ. તમે તે ન થવા દો, કેમ કે તેનાથી સારી વસ્તુઓ પણ ખતમ થઈ જશે, સમજદારી એજ રહેશે કે, ચિંતા કરવાથી કશું પ્રાપ્ત નથી થતું. ખુદને હંમેશા સારૂ પરિણામ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરો, અને ખરાબ હાલાતમાં પણ સકારાત્મક રહેવાની કોશિશ કરો. બધાને પોતાની ખુશીમાં સામેલ કરો. કેમકે આજે તમારી પાસે સારી એવી ઊર્જા છે જે તમને પાર્ટી અથવા કાર્યક્રમ કરવા માટે પ્રેરિત કરશે. પોતાના પ્રિય સાથે આજે સારું વર્તન રાખો. તમારા વરિષ્ઠ અથવા સહ કર્મી તમને ગમે તેટલું ઉકસાવવાની કોશિશ કરે, પરંતુ યોગીની જેમ મનને શાંત રાખો. તમારી કમ્યુનિકેશન ક્ષમતા આજે પ્રભાવશાળી સાબિત થશે. લગ્ન જીવનમાં સ્નેહ દેખાડવાનું એક અલગ જ મહત્વ હોય છે અને તે વસ્તુનો આજે તમે અનુભવ પણ કરશો. વિચારોથી જ મનુષ્યની દુનિયા બનતી હોય છે, જેથી કોઈ સારું પુસ્તક વાંચી પોતાની વિચારધારાને વધારે શસક્ત બનાવો.
ધન રાશિફળ - તમારા પતિ અથવા પત્નીની તબીયત તણાવનું કારણ બની શકે છે. આજના દિવસે તમે ઉર્જાથી ભરપુર રહેશો, અને આશા છે કે, અચાનક અજાણ્યો નફો મળી શકે છે. મહેમાનો સાથે આનંદનો દિવસ વિતાવવાનો શ્રેષ્ઠ સમય છે. મિત્રો અથવા સંબંધીઓ સાથે કઈંક ખાસ કરવાની યોજના બનાવો. સારું એ જ રહેશે કે પરેશાનીનો સામનો ઓફિસમાં કરો અને ઘર પર પરિવારના સાથે જીવનનો આનંદ લો. પ્રેમીઓ એકબીજાની પારિવારિક ભાવનાઓને સમજશે. કરિયરની દ્રષ્ટિએ શરૂ કરેલી સફર કારગર સાબિત થશે, પરંતુ આ પ્રકારનું પગલું ભરતા પહેલાં માતા-પિતાની મંજૂરી જરૂરથી લેવી નહીં તો પાછળથી મુશ્કેલી થઈ શકે છે. એવા લોકોથી આજે દુર જ રહેવું જે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે. પોતાના સંબંધને મજબૂત બનાવવા ક્યારેક-ક્યારેક ચૂપ રહેવું પણ સારું હોય છે. આજનો દિવસ તમારા ધૈર્યની પરીક્ષા લઈ શકે છે. ટીવી જોવું ટાઈમપાસ કરવા માટે શાનદાર ઓપ્શન છે, પરંતુ વધારે પડતું ટીવી જોવાથી આંખો પણ ખરાબ થઈ શકે છે.