

તુલા રાશિફળ : તમારું આકર્ષક વર્તન અન્ય લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરશે. તમને ઝડપથી પૈસા કમાવવાની તીવ્ર ઇચ્છા રહેશે. દરેક રોકાણને સાવધાનીપૂર્વક અંજામ આપવું, નુકશાનથી બચવા માટે સલાહ લેવી, અભિમાનને બાજુ પર રાખવું. ઘરમાં પરિવાર સાથે અનબન થઈ શકે છે. આજે તમે જ્ઞાન અને અનુભવ વહેંચી શકો છો, જેથી તમને પ્રતિષ્ઠા મળશે. તમારી ફરવા જવાની યોજનામાં ફેરફાર થઈ શકે છે. તમને ખુશ કરવા જીવનસાથી કોશિશ કરી શકે છે. લોકોની ભાવના સમજો છો, પરંતુ ખર્ચ કરવાથી બચવું. બધાને તમારી મહેફીલમાં આમંત્રણ આપો, કેમ કે, આજે તમારી પાસે અતિરિક્ત ઉર્જા છે. પગારમાં વધારો અથવા વધારાનું ધન મળતા તમારા ઉત્સાહમાં વધારો થશે. આ સમય તમામ નિરાશા દુર કરવાનો સમય છે. જીવનસાથી સાથે પણ ખાસ દિવસ રહેશે.


વૃશ્ચિક રાશિફળ : તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે ઠીક નહીં રહે. તબીબી સલાહ અથવા દવા લેવાની સંભાવના નકારી શકાય નહીં. પૂરતો આરામ કરો. ઘરેલું સુખ-સુવિધા પાછળ વધુ ખર્ચ ન કરો. આજે તમે લાંબા સમય માટે રોકાણ કરશો તો, સારો ફાયદો મળી શકે છે. આજે તમે ઈમાનદારીભર્યું વર્ત રાખો. પ્રેમની અભિવ્યક્તિ માટે સારો દિવસ. કોઈ નવા પ્રોજેક્ટમાં તમારા વિચારો ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર ગોપનીય જાણકારી ઉજાગર ન કરવી. જીવનસાથી સાથે રોમાંચક દિવસ રહેશે. આજે ફોન પર વઘધારે સમય વિતાવશો તો કોઈ મોટી ભૂલ તમારાથી થઈ શકે છે. અપરિચિત લોકો સાથે ઓળખ બનાવવાથી ફાયદો થશે.


ધન રાશિફળ : ઝઘડાખોર સ્વભાવને નિયંત્રિત કરો, નહીં તો સંબંધોમાં ક્યારેય દુર ન થાય તેવી ખટાશ પેદા થઈ શકે છે. આને અવગણવા માટે, તમારા સ્વભાવમાં નિખાલસતા અપનાવો અને પૂર્વગ્રહો છોડી દો. આજે તમારે ઘણી નવી આર્થિક યોજનાઓનો સામનો કરવો પડશે, પરંતુ કોઈપણ નિર્ણય લેતા પહેલા તેની સારા અને ખરાબ બંને બાજુ તપાસી કાળજીપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરો. જુના રોકાણના કારણે આવકમાં વધારો જોવા મળશે. તમારી ઈમાનદારી અને કામ પુરૂ કરવાની ક્ષમતાના વખાણ થશે. જીવનસાથી સાથે આજે પ્રેમભર્યો વ્યવહાર રાખવો. આજનો દિવસ ખુશીઓથી ભરપુર રહેશે.