

કર્ક રાશિફળ : કામકાજમાં તમારી ઝડપી ગતી લાંબા સમયથી ચાલતી સમસ્યાનું નિરાકરણ લાવશે. અચાનક અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક બોજો લાવી શકે છે. અચાનક કોઈ નવા સ્ત્રોતથી ધન પ્રાપ્ત થઇ શકે છે જેના કારણે તમારો દિવસ સુધરી જશે. બાળકો તમારું કહ્યું ન કરતા હોવાથી તમને ગુસ્સો આવી શકે છે, પરંતુ ગુસ્સા પર કાબૂ રાખો. સપનાઓ સાકાર કઈ રીતે થાય તે માટે તમારે પણ બાળક માટે પ્રેરણારૂપ બનવું જોઈએ. તમને કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જેના માટે તમને પ્રેમની લાગણી ઉભી થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ તમારી સાથે દુર્વ્યવહાર કરી શકે છે, જેના માટે તૈયાર રહેજો અને પ્રતિક્રિયા ન આપતા. આજે તમારે સમજી વિચારીને પગલાં લેવાની જરૂર છે. સીધી વાત એ છે કે તમારે દિલની જગ્યાએ દિમાગ વાપરવાની જરૂર છે. જીવનના પડકારોને ઝીલવા માટે જીવનસાથીનો સહયોગ મળતો રહેશે. આજે તમારે ન ગમતી વ્યક્તિ સાથે મુસાફરીના યોગ બની શકે છે.


સિંહ રાશિફળ : વધારે દારૂ પીવાથી અથવા ઝડપથી વાહન ચલાવવાનું ટાળો. કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી શકો છો અને તે તાજુ નાણાકીય વળતર આપી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરશે. જો કે સફળતા એક જ વખત નહીં જીવનના ડગલેને પગલે જરૂરી છે તે બાબતને ધ્યાનમાં રાખી આગામી સમય માટે પણ મહેનત કરતા રહો જો. તમારી વસ્તુઓનું ધ્યાન નહીં રાખો તો આજે તેની ચોરી થવાની શક્યતા પણ છે. જીવનસાથી સાથે સારી વાતો થઈ શકે છે અને જૂના દિવસો યાદ પણ આવી શકે છે. આજે તમને આરામ કરવા માં તમારા મિત્રો જ ખલેલ પહોંચાડી શકે છે. જોકે દરેક સિક્કાના બે બાજુ હોય છે આ ખલેલથી મિત્રો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.


કન્યા રાશિફળ : તણાવ અને ગભરાહટથી બચો, કારણ કે તે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. નાણાકીય પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો થશે - પરંતુ તે જ સમયે ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારે ખોટી સંગત થી દુર રહેવાની જરૂર છે, તમારા પ્રિયજનોના સ્વાસ્થ્યની ચિંતા કરો તેમના બગડતા સ્વાસ્થ્યને અવગણવું તમને ભારે પડી શકે છે. દાંપત્યજીવનમાં આજે રોમાન્સ સાથે દિવસ પસાર થશે, પોતાના જીવનસાથી સાથે કેન્ડલ લાઇટ ડિનર પણ ગોઠવી શકો છો, કારણ વગર ના ખર્ચા તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. કાર્યક્ષેત્રમાં કેટલાક મહત્વના ફેરફાર થશે જેના કારણે તમને લાભ થશે.