

મેષ રાશીફળ - આજે તમારૂ સ્વાસ્થ્ય નબળુ રહે તેવી શક્યતા છે. નાણાકીય અસ્થિરતા તમારા તણાવનું કારણ રહી શકે છે. જુના સંપર્ક અને મિત્રો મદદગાર રહેશે. પ્રમિકાની ગેરવ્યાજબી માંગ સામે ના ઝુકવું. કામકાજમાં આવી રહેલા ફેરફારથી લાભ મળે.


વૃષભ રાશીફળ - તમારા સ્વાસ્થ્યને નજર અંદાજ ન કરવું. ભાગીદારીના વ્યવસાયમાં અને ચાલાકીવાળા આર્થિક સ્ત્રોતોમાં રોકાણ ન કરવું. આજે તમારે બહાર ફરવા જવાનું થાય. બહાર જતા સમયે સામાનની તકેદારી રાખવી નહીં તો ચોરાવાનું અથવા ખોવાઈ જવાની ચિંતા રહેશે. તમારા જીવનસાથીના કારણે માનસીક તણાવ રહે.


મિથુન રાશીફળ - તમારી તબીયત સારી રહેશે, પરંતુ યાત્રાના કારણે થાક જેવી સ્થિતિ રહી શકે છે. રોકાણ કરવા અથવા અનુમાન આધારે પૈસા લગાવવા માટે આજનો દિવસ સારો નથી. બાળક તરફથી નિરાશા મળી શકે છે. વિવાહ પ્રસ્તાવ માટેસારો સમય. કાર્યક્ષેત્રમાં તમારા કામના વખાણ થઈ શકે છે. કોઈ પડોશી અથવા મિત્રના કારણે ઘરમાં અનબન થઈ શકે છે.