<br />ધર્મભક્તિ ડેસ્ક: સિંદૂરનું આપણાં શાસ્ત્રોમાં ઘણું જ મહત્વ છે. તે પરિણીતાનાં સુહાગની નિશાની છે સાથે જ તે પ્રભુને પણ ચઢાવવામાં આવે છે. તેનો જો એક ટૂચકો દરરોજ કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર હમેશાં રહેશે અને તમને આર્થિક સંક્ળામણ ક્યારેય નહીં સતાવે. ચાલો ત્યારે જાણીએ શું છે આ ઉપાય જેનાંથી ઘરમાં હમેશાં રહેશે માતા લક્ષ્મીનો વાસ.
આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માટે -દરેક વ્યક્તિ અવારનવાર કોઈ ને કોઈ આર્થિક સમસ્યાથી પીડાતો હોય છે અને અથાગ પરિશ્રમ કરવા છતા પણ આર્થિક તંગી તેનો પીછો છોડતી નથી. જો તમારી સાથે પણ આ પ્રકારનુ કંઇક થઇ રહ્યું છે, તો તેના મતે તમે એકાક્ષી નારિયેળ પર સિંદુર લગાવીને તેને લાલ કપડામા બાંધીને તેની પૂજા કરો અને ત્યારબાદ તેને પોતાની તિજોરીમા મુકી દો. જો તમે આ ઉપાય અજમાવો છો તો તેનાથી તમારી તમામ આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે.
ગ્રહ શાંતિ માટે- જો તમારા જીવનમા સૂર્ય અને મંગળની મહાદશા ચાલી રહી છે તો તેના માટે તમે સિંદુરને વહેતા જળમા પ્રવાહિત કરો, જો તમે આ ઉપાય અજમાવો છો તો તેનાથી ગ્રહોનો પ્રભાવ ઓછો થઇ જશે. મંગળ ગ્રહની પીડામાંથી મુક્તિ મેળવવા માટે સિંદુરમાં ચમેલીનું તેલ મિક્સ કરીને હનુમાજીને અર્પિત કરો. આમ, કરવાથી તમને હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમા ચાલી રહેલી બધી જ સમસ્યાઓ દુર થશે.
<br />લગ્નજીવન સુખી બનાવવા- જો તમે તમારુ લગ્નજીવન ખુશહાલી પૂર્વક જીવવાં ઈચ્છો છો તો તે માટે વહેલી સવારે પરિણીત સ્ત્રીઓ વાળ ધોયા બાદ માતા ગૌરીને સિંદુર અર્પિત કરવું જોઈએ અને તે અર્પિત કરેલાં સિંદુરમાંથી થોડું સિંદુર પોતાની માંગમાં લગાવવું, એવુ કહેવામાં આવે છે કે, આ ઉપાય અજમાવવાથી તમારુ લગ્નજીવન સુખમય અને શાંતિમય બની રહે છે.