ધર્મ ભક્તિ ડેસ્ક: હિન્દુ ધર્મમાં વ્રત-તહેવાર અને જીવન સાથે જોડાયેલી અનેક વાતો કહેવામાં આવી છે. જેની આપણાં જીવન પર ઉડી અસર પડે છે. આ વાતોમાં ખાણી પીણીથી લઇને વર્તન વ્યવહારની રીતભાત કહેવામાં આવી છે. આ નિયમો સેંકડો વર્ષોથી ચાલી રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી બધી બાબતો પાછળ કેટલીક માન્યતાઓ હોય છે. જે બહુ ઓછા લોકો જાણે છે. પરંતુ તે બાબતોનું પાલન જરૂર કરે છે. આવી જ એક માન્યતા (Hindu Manyta) એ છે કે એક થાળીમાં એકસાથે 3 રોટલી (Three Roti in Plate) ન પીરસવી જોઈએ. જેથી ઘણાં લોકો આ પરંપરાનું પાલન વર્ષોથી કરી રહ્યાં છે. જોકે, તેની પાછળનાં કારણથી ઘણાં લોકો અજાણ છે.
2ની સંખ્યામાં મુકો રોટલી- એવું માનવામાં આવે છે કે મૃતકની થાળીને જ્યારે બારમાંની વિધિમાં ત્રણ પિંડ મુકવામાં આવે છે કે પછી શ્રાદ્ધનું જમણ કરવામાં આવે છે તેમાં ત્રણ રોટલી રાખવામાં આવે છે. તેથી જ જીવિત વ્યક્તિની થાળીમાં ત્રણ રોટલી રાખવામાં આવતી નથી. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તેથી જો પરિવારના સભ્યો એક થાળીમાં બે રોટલી પીરસવી અને બાદમાં ફરીથી બે રોટલી પીરસી શકે છે. માત્ર ત્રણના આંકડાને ટાળવા જોઈએ.
માન્યતાઓના અલગ અલગ કારણો- રોટલી ઉપરાંત હિન્દૂ પરિવારોમાં બીજી પણ ભોજન સાથે જોડાયેલી માન્યતાઓ છે. જેને લોકો માને છે અને બધી જ માન્યતાઓના અલગ અલગ કારણો હોય છે. આમ તો 3 રોટલી વાળી વાત સદીઓથી લોકો માનતા આવ્યા છે. જોકે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પરંતુ તો પણ આ વાતો એક પીઢીથી બીજી પેઢીમાં આવતી રહે છે અને લોકોના સ્વભાવનો ભાગ બની ચુક્યા છે.