ધર્મ ભક્તિ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્ર મુખ્યત્વે ગ્રહોમાં રહેલું છે. દરેક ગ્રહનો પોતાનો આગવો સ્વભાવ હોય છે અને તે મુજબ રાશિનો સ્વભાવ પણ જોવા મળે છે. દરેક રાશિ અને ગ્રહના ચોક્કસ દેવ હોય છે અને દરેકનું પોતાનું અલગ કાર્ય હોય છે. જેથી રાશિ અનુસાર જાતકોના સ્વભાવનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રાશિથી જાતકોના ગમા-અણગમા, વ્યક્તિત્વની સાથે ગ્રહોની સ્થિતિ અને તેના ફેરફારની અસર પણ થાય છે. ત્યારે આજે અમે આવી જ 3 રાશિઓની વાત કરી રહ્યા છીએ, જે રાશિઓ સાથે સંકળાયેલા જાતકો જીવનમાં ભાગ્ય કરતા કર્મમાં વધુ વિશ્વાસ કરે છે અને ન્યાયના દેવતા શનિદેવની કૃપા આ જાતકો પર હંમેશા છવાયેલી રહેતી હોવાની માન્યતા છે.
વૃષભ: વૃષભનો સ્વામી શુક્ર છે. આ રાશિના જાતકો કોઈ કામ અશક્ય હોવાનું માનતા નથી અને તેઓ ખૂબ મહેનતુ હોય છે. તેઓ પોતાની મહેનતથી બધું જ મેળવી લેતા હોય છે, ઉપરાંત તેમને ઝડપથી થાક પણ લાગતો નથી. આ બધી વસ્તુઓ તેમને શુક્ર દેવ દ્વારા આપવામાં આવી છે. આ રાશિના જાતકોને કર્મ પર વધુ શ્રદ્ધા હોય છે તેમને કામ સમયસર પૂર્ણ કરવાની આદત હોય છે. તેઓ મહેનતના દમ પર ધનવાન બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને શનિ વચ્ચે મિત્રતાની ભાવનાના કારણે આ રાશિના જાતકો પર શનિદેવની કૃપા રહે છે.
મકર: મકર રાશિના સ્વામી શનિ છે. આ રાશિના જાતકો પર હંમેશા શનિદેવની કૃપા રહે છે. મકર રાશિના લોકો મહેનતુ અને કર્મઢ હોય છે. તેઓ પોતાના દરેક કામને સમય પહેલા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ આપબળે પર જીવનમાં સફળતા મેળવે છે. તેઓ હોશિયાર હોય છે અને બુદ્ધિના જોરે કંઈપણ પ્રાપ્ત કરી શકે છે. મકર રાશિના જાતકો પોતાનું ભાગ્ય બનાવવામાં માને છે. તેઓ નોકરી અને વ્યવસાય બંનેથી પૈસા કમાઇ શકે છે.
કુંભ : કુંભના સ્વામી પણ શનિ છે. આ રાશિના જાતકોનું વ્યક્તિત્વ એકદમ આકર્ષક અને પ્રભાવશાળી હોય છે. આ રાશિના જાતકો એક વાર કોઈ કામ કરવા માટે મક્કમ થઈ જાય પછી તેમાં સફળ રહે છે. તેમની વિચારસરણી સૌથી વધુ ભિન્ન હોવાને કારણે કોઈપણ કામ તેમના માટે અશક્ય નથી. શનિના પ્રભાવને કારણે આ રાશિના જાતકો ભાગ્ય કરતાં કર્મ પર વધુ આધાર રાખે છે. કુંભ રાશિના જાતકો પર ધનની દ્રષ્ટિએ શનિદેવની વિશેષ કૃપા હોય છે. જેથી તેમને ક્યારેય ધનની કમી રહેતી નથી.