હિન્દુ ધર્મ (Hindu Dharma) અનુસાર દાન કરવું તે પુણ્યનું કામ ગણવામાં આવે છે. અનેક તહેવારોમાં દાન ધર્મ કરવામાં આવે છે. દાન કરવાથી માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ આવતા જન્મમાં પણ શુભ ફળ મળતું હોવાનું માનવામાં આવે છે. આ દાન ધર્મનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ રહેલું છે. જરૂરિયાતમંદોને અનેક જરૂરી વસ્તુઓનું દાન કરવામાં આવે છે. જોકે, ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણી એવી વસ્તુઓ છે, જેનું ક્યારેય પણ દાન ના કરવું જોઈએ. ભોપાલના રહેવાસી પંડિત હિતેન્દ્રકુમાર શર્માએ કઈ વસ્તુઓનું દાન ના કરવું જોઈએ, તે વિશે વિગતવાર જાણકારી આપી છે.
માતા લક્ષ્મી (Maa laxmi): માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ઘરમાં માતા લક્ષ્મી હોય તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ લક્ષ્મી ઘરમાં રહે તેવો આપણે આગ્રહ રાખીએ છીએ. કોઈને પણ ભેટ અથવા દાન તરીકે માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ફોટો ના આપવો જોઈએ. માતા લક્ષ્મીની પ્રતિમા અને ફોટો દાનમાં આપીએ તો તેનો અર્થ થાય છે કે, તમે માતા લક્ષ્મીની ઘરમાંથી વિદાય કરી રહ્યા છો. જે ચાંદીના સિક્કા પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનું ચિત્રણ હોય તેનું દાન ક્યારેય પણ ના કરવું જોઈએ.