પૂર્વજ પોતાની આવનારી પેઢીને ધ્યાનમાં રાખી ઘણા કાર્ય કરે છે. તેમની બદોલત કોઈને ઘર નસીબ થાય છે, તો કોઈને જમીન-જાયદાદ. તેમના કર્જને ઉતારવા માટે સનાતન ધર્મમાં પિતૃપક્ષનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. આ વખતે પિતૃપક્ષ 24 સપ્ટેમ્બરથી શરૂ થયું છે, જે 8 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમ્યાન આપણે વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, નહી તો પિતૃ-દોષનો શિકાર થઈ શકાય છે, અને ઘરમાં ગરીબી અને કંગાળી આવી શકે છે.
શાસ્ત્રો અનુસાર, પિતૃપક્ષ તેવો સમય હોય છે, જ્યારે પિતૃલોકના દ્વાર ખુલે છે અને આપણા પૂર્વજો ધરતી પર વિચરણ કરે છે. આ સમયે તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, જેનાથી તેમને મોક્ષ મળે છે. શાસ્ત્રોમાં આ દરમ્યાન કેટલીક સાવધાની રાખવાનું વિધાન છે. જો તમે પિતૃઓના કોપનો ભોગ બનવા ના માંગતા હોવ તો, જાણો પિતૃપક્ષ દરમ્યાન કઈ-કઈ સાવધાની રાખવી જરૂરી છે.