ધર્મભક્તિ ડેસ્ક: પ્રેમમાં હોવા છતાં કેટલાક લોકો જીવનસાથીની (Breakups) બેવફાઈથી લઈને પસંદગીઓમાં મતભેદ અથવા માતાપિતાના અસ્વીકાર સુધીના અસંખ્ય કારણોસર પ્રેમસંબંધ પર પૂર્ણ વિરામ મૂકતા હોય છે. આવા સંબંધોનો અંત આવે ત્યારે અપાર દુઃખ થતું હોય છે, તેમ છતાં બ્રેકઅપ અનિવાર્ય લાગે છે. જો કે, કેટલાક રાશિના લોકો એવા હોય છે જે અગાઉથી એ સંબંધોને સમાપ્ત કરે છે. જે તેઓએ એક સમયે તેમના દિલમાં ખૂબ આશા સાથે શરૂ કર્યા હતા. તેઓ શા માટે આમ કરે છે તે સમજવા માટે આ zodiac signs પર એક નજર નાંખો, જે પોતાના દિલને તૂટવાથી બચાવવા માટે સમય પહેલા સંબંધો તોડી દે છે.
ધન- જેમને ભૂતકાળમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે અને તેના ભૂતપૂર્વ પ્રેમીએ તેને નિરાશ કર્યા છે, તેવા ધનુરાશિના લોકોને રીજેકશનનો ભય સતાવે છે. તેથી, જેમ જેમ સંબંધ આગળ વધે છે અને તેઓ તેમની લાગણીઓને વધતા જુએ છે, તેઓ ઘણીવાર તેમના જીવનસાથી દ્વારા છોડી દેવાના ડરમાં જીવવા લાગે છે. વાસ્તવમાં તેમની અસલામતી એટલી ઊંડી હોય છે કે તેઓ સહેજ મુશ્કેલીઓ આવતા જ સંબંધનો અંત લાવવાનું વલણ ધરાવે છે, કારણ કે તેઓને ડર લાગે છે કે તેમનો સાથી પણ સબંધ તોડી શકે છે. તેઓ આમ થાય તે પેહલા સામેથી જ દૂર થઈ જાય છે.
કુંભ- કુંભ રાશિના લોકો તેમના જીવનની શરૂઆતથી જ તેમના પરિવાર અને તેમની કારકિર્દી માટે ખૂબ જ પ્રતિબદ્ધ હોય છે. તેથી રોમેન્ટિક જીવનસાથીની પસંદગી કરતી વખતે તેઓ એવી વ્યક્તિને પસંદ કરવાનું વલણ ધરાવે છે, જે તેમના જીવનમાં સૌથી વધુ મૂલ્ય ઉમેરે અને તેમની કારકિર્દી ક્ષેત્ર સમાન હોય. જો કે, જો હૃદયની બાબતો ખૂબ જ જટિલ બની જાય અને તેઓ તેમના કામ અથવા શિક્ષણ પરથી ધ્યાન ગુમાવવાનું કારણ બને છે, તો તેઓ પોતાનું નુકસાન ન થાય તે સુનિશ્વિત કરવા માટે સંબંધને ઝડપથી સમાપ્ત કરી દે છે.